GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

રજનીકાંતની ‘કાલા’ ની રિલીઝ ડેટ ફાઇનલ, નહીં થાય 2.0 સાથે ક્લેશ

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કાલાની રિલીઝ જાહેર થઇ ગઇ છે. રજનીકાંતની જમાઇ ને એક્ટર ધનૂષે શુક્રવારે આ ફિલ્મની રિલીઝ ડેટની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા દ્વારા કરી. ફિલ્મનું નવુ પોસ્ટરને સોશિયલ મીડિયા પર શેર કરતા ધનુષે ફિલ્મની રિલીઝ ડેટ 27 એપ્રિલ બતાવી છે. રજનીકાંતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ કાલા 27 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

આ પહેલા નિર્દેશક શંકરની ફિલ્મ 2.0 ગત વર્ષે દિવાળીએ કરવામાં આવનારી હતી. જોકે ફિલ્મના ગ્રાફિક્સનું કામ પૂર્ણ ન થવાને કારણે નિર્માતાઓએ ફિલ્મન રિલીઝ ડેટને આગળ ખસેડી હતી. જે બાદ ફિલ્મ 2.0ની રિલીઝ ડેટ 27 એપ્રિલ નક્કી કરવામાં આવી. જોકે આ દરમ્યાન રજનીકાંતની ફિલ્મ કાલાની રિલીઝ ડેટ 27 એપ્રિલ નક્કી કરવામાં આવી છે તેથી ફિલ્મના નિર્માતા ફિલ્મ 2.0ની રિલીઝ ડેટને આગળ ખસેડી શકે છે. જોકે નિર્માતાઓની તરફથી કોઇ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.

સાઉથના એક્ટર ધનુષે ફિલ્મ કાલાના નવા પોસ્ટરને શેર કરતા કેપ્શનમાં લખ્યું માર્ક ધ ડેટ, 27 એપ્રિલ કાલા. ધ ડોન ઓફ ડાન્સ ઇઝ બેક. ફિલ્મ કાલાના નવા પોસ્ટરમાં રજનીકાંત અલગ અંદાજમાં નજરે પડી રહ્યા છે. પોસ્ટરમાં રજનીકાંત બ્લેક કલરના ચશ્મા અને બ્લેક કલરના કુર્તા પહેરેલા જોવા મળી રહ્યા છે. ફિલ્મ કાલામાં એક્ટર નાના પાટેકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડશે.

ફિલ્મ કાલા ગેંગસ્ટરની વાર્તા પર આધારિત છે. રજનીકાંત ફિલ્મના નિર્દેશક પા રંજીત સાથે ફિલ્મ કબાલીમાં પણ કામ કરી ચુક્યા છે. ફિલ્મમાં અભિનેત્રી હુમા કુરેશી સાથે સમુથિરકાની અને અંજલી પાટિલે પણ સ્ક્રિન શેર કરતા નજરે પડશે. ફિલ્મનું નિર્માણ રજનીકાંતના જમાઇ અને એક્ટર ધનુષ કરી રહ્યો છે. ત્યારે રજનીકાંત અને અક્ષય કુમારની અપકંમિગ ફિલ્મ 2.0ની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 વર્ષની સૌથી મોંઘી ફિલ્મ છે.

Related posts

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

બે ધારાસભ્યના રાજીનામા બાદ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ, આણંદના ધારાસભ્યએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું

Nilesh Jethva

રૂપાણી સરકારનું 14,000 કરોડના આર્થિક પેકેજમાં પ્રોપર્ટી ટેક્સને લઇને મોટી જાહેરાત, જાણો શેમાં અને કેટલી મળશે રાહત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!