GSTV
Gandhinagar Trending ગુજરાત

ટેન્શન ના લેતા! સપ્ટે.-22 થી ઓગષ્ટ-23 સુધીમાં જાહેર કરેલ ભરતીઓમાં 1 વર્ષની છુટછાટ મળશે

ભરતી

કોવિડના સમયકાળ દરમિયાન ઘણી ભરતી પ્રક્રિયા સ્થગિત કરાય તો ઘણી પાછી ઠેલવાઇ હતી જેના કારણે લાયક ઉમેદવાર વયમર્યાદા વટાવી જતા મુંઝવણમાં મુકાયેલ જ્યારે મુલ્કી સેવા તથા ભરતી નિયમોમાં વહિવટી વિભાગે એક વર્ષની છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૨૦-૨૧ કોવિડ-૧૯ની મહામારીના કારણે રાજ્ય સરકાર હેઠળની ઘણીબધી જગ્યાઓ પર સીધી ભરતી સ્થગિત કરવામાં આવેલ છે. અથવા તો પાછી ઠેલવામાં આવેલ છે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘણાબધા ઉમેદવારો મહત્તમ વયમર્યાદા વટાવી ચુકેલ હોય પ્રશ્ન પેચીદો બન્યો હતો.

SBI

સામાન્ય વહિવટી વિભાગે આ પ્રશ્ને જાહેરનામાથી ગુજરાત જાહેર સેવા આયોગ તથા અન્ય ભરતી સત્તાઓ-એજન્સીઓ દ્વારા સીધી ભરતી કરવા પ્રસિદ્ધ કરાયેલ જાહેરાતોમાં ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છુટછાટ આપવાની જોગવાઇ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં નિયમ ૧૬(એચ) આમેજ કરવામાં આવેલ છે.

જે મુજબ તા.૧-૯-૨૦૨૨ થી તા.૩૧-૮-૨૦૨૩ સુધીના સમયગાળામાં પ્રસિદ્ધ થયેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહત્તમ વયમર્યાદામાં એક વર્ષની છુટછાટ લાગુ પડશે તો સામાન્ય વહિવટ વિભાગના તા.૨૯-૯-૨૦૨૨ના ઉક્ત જાહેરનામાની જોગવાઇથી નીચે મુજબનો લાભ આપવાનો રહેશે.

જે જગ્યાના ભરતી નિયમોમાં ફક્ત સ્નાતકની શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓ માટે મહત્તમ વયમર્યાદા ૩૬ વર્ષ ગણવાની તથા જે જગ્યાના ભરતી નિયમોમાં સ્નાતક કરતા ઓછી હોઇ શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તે તમામ માટે ૩૪ વર્ષ ગણાશે. જ્યારે આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોને વયમર્યાદામાં મળવાપાત્ર છુટછાટ ૪૫ વર્ષથી વધે નહિં તે મુજબ આપવાની રહેશે તેમ જણાયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદની ૭ બેઠકમાં ૩થી વધુ ગુનાઈત ઉમેદવારો ચૂંટણી મેદાને, બીજા તબક્કામાં ૯૩માંથી ૧૯ બેઠકમાં ૩થી વધુ ગુનાઈત ઉમેદવારને ટિકિટ

pratikshah

ભાગલા માત્ર શિવસેનામાં નથી પડ્યા, પક્ષ સાથે જોડાયેલા પરિવારોમાં પણ ભંગાણ, ક્યાંક ભાઈઓ તો ક્યાંક બાપ દીકરા જુદા પડ્યા

Padma Patel

શિક્ષકોની ચાર હજાર જગ્યાઓ પર ભરતી થશે, પ્રતિ માસ આટલો પગાર

Kaushal Pancholi
GSTV