GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ છે પતિના હૃદયની સામ્રાજ્ઞી બનવાની ચાવી, નવપરિણીતાઓને કામમાં આવશે આ ટિપ્સ

યૌવનના ઊંબરે પગ મૂકતાં જ દરેક કિશોરીના મનમાં ભાવિ  પતિની કલ્પનાઓ સાકાર થવા લાગે છે. આ કલ્પનાઓ એટલી મોહક અને મનપસંદ હોય છે કે,  કલાકો સુધી તે બસ એમાં જ ખોવાયેલી રહે છે.જયના આ યાદોમાં ખોવાયેલી હતી હાથમાં મેંદી  મૂકીને કલાકો સુધી બસ એ જ વિચારોમાં ડૂબેલી હતી  એટલામાં તેની માસીએ નહાવા  માટે બોલાવી જાન  આવવાને માત્ર બે જ કલાક બાકી હતા અને આખરે લગ્નનો સમય આવી ગયો જયના  પોતાના જન્નત સમા સાસરે પહોંચી ગઈ. 

જયના અને અશોકનો પ્રેમાલાપનો તબક્કો આવ્યો. અશોકે તેને પોતાની બાહોમાં ખેંચી લીધી જયના પળપળની નાજુકતાનો આહ્લાદક સ્પર્શ અનુભવી રહી હતી. શરમની ઓઝલછાયામાં જયના અશોકની દિલરુબા બની ગઈ હતી તેના વર્તનથી જીયના સવારથી જ સૌની માનીતી થઈ ગઈ.

સવિતા સુહાગરાતે ફૂલોથી શણગારેલી સેજ પર જયંતની  રાહ જોઈ રહી હતી. જયંતના હૈયામાં થનગનાટ હતો અને તે સવિતાના સામીપ્ય તરફ ખેંચાઈ રહ્યો હતો. જયંતની આંખો સામે બાળપણથી જ કંડારેલી તથા મિત્રોની હાજરીમાં કલ્પેલી એ યૌવના દ્રશ્યમાન હતી સવિતા અને જયંતનું એ મિલન બે હૈયામાં રહેલી અતૃપ્ત પ્યાસને  તૃપ્તિ આપી રહ્યું હતું. સવિતાને અળગા થવાનુંયે નહોતું ગમતું, છતાં તેના અચાનક જ ડૂસકાંથી જાણે જયંત તેના પર જુલમ કરતો હોય, તેવું લાગતું.

સવિતાને પોેતાની નબળાઈઓ અને ઉણપોનો ખ્યાલ હતો, પરંતુ તે પોતાના ઢોંગ અને બનાવટી વર્તન દ્વારા જયંતને ફસાવી રાખવા ઈચ્છતી હતી સીધોસાદો જયંત દુનિયાની આ માયાવી જાળથી બે ખબર હતો. તે સવિતાના દુ:ખે દુ:ખી થઈ જતો અને તેની સેવા ચાકરી કરવા લાગતો આમ તે સવિતાની જાળમાં ફસાયેલો રહેતો.

આ વાત માત્ર જયના કે સવિતાની જ નથી, પરંતુ દરેક નવપરિણીતા હમેશાં ઈચ્છે છે, કે તેનો પતિ બસ તેની જ વાત સાંભળે અને માને. શરૂઆત જિંદગીની હોય કે મકાન ચણાવવાની પહેલાં મુશ્કેલીઓનો અનુભવ તો કરવો જ પડે છે. નવજીવનની શરૂઆત સુહાગરાતથી જ થાય છે, પરંતુ નવપરિણીતાઓ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખે, તો પતિને પોતાના મોહપાશમાં બાંધી રાખવાનું  જરાય મુશ્કેલ નથી.

આજકાલ મોટી ઉંમરે લગ્ન થતા હોય છે અને ટેલિવિઝન પર પણ બધું બતાવવામાં આવે છે. આવા વાતાવરણમાં પણ ઘણી નવોઢાઓ એકદમ અજાણી હોય તેમ વર્તે છે. ખરેખર  પતિ સમક્ષ ઉપસ્થિત રહેવાની  બાબત એકદમ મહત્ત્વની છે. તેમાં બહુ ઉતાવળ પણ ન ચાલે, કે  તદ્ન અજાણ્યાં બનીએ તે પણ ન ચાલે.

પતિને જીતવા માટે થોડો અભિનય કરવો પડે છે, પરંતુ જરૂર કરતાં વધુ નાટક ન કરો, નહીં તો સંબંધોે તંગ બની જશે.

લગ્નજીવન  જાતીય સંબંધો પર આધારિત છે, એટલે પતિને પત્ની તરીકેનું ભરપૂર સુખ આપો.

પતિના પરિવારજનો એટલે કે મા-બાપ તથા ભાઈ-બહેનનો આદર કરો. તે બધાના સમર્થનથી જ પત્નીની  સત્તા વધુ મજબૂત બને છે.

નવપરિણીતાએ પતિને નાની નાની વાતો ન કરવી જોઈએ, (પછી તે પિયરની હોય કે સાસરીની) કારણ કે લગ્નજીવનની એ પળો ખૂબ જ મહત્ત્વની હોય છે. એકબીજા પ્રત્યે નફરત કે તિરસ્કારનાં બીજ ન વાવો, નહીંતર એ જ બીજ અંકુરિત થઈને તમારા લગ્નજીવનમાં નફરત પેદા કરી શકે છે.

હરવું-ફરવું, મોજ-મસ્તી કરવી, એ નવવધૂ અને નવપરિણીત પતિના મૂળ અધિકાર છે, પરંતુ સમય અને ઘરની મર્યાદાઓનો પણ ખ્યાલ રાખજો. એવું ન બને કે તમારા સાસુ-સસરાને અડધી રાત સુધી તમારી રાહ જોવી પડે.

સાસરીમાં જેઠનાં બાળકોને વહાલ કરો તથા દિયર કે નણંદને પણ પોતાનાં બનાવવાનો પ્રયત્ન કરો,  કારણ કે ત્યાંનો મોરચો જીતવા માટે આ બધાંનો સહયોગ જરૂરી છે.

શરૂઆતમાં પતિ નવપરિણીત પત્ની માટે ખિસ્સા ખુલ્લાં રાખે છે. છતાંયે ફાલતું ખર્ચા ન કરો.

શરૂશરૂમાં  ખાવા-પીવામાં કે અન્ય કામોમાં તમારા મોહક વ્યક્તિત્ત્વનો આભાસ થવા દો. પહેરવા-ઓઢવામાં પણ એવી રીતે તૈયાર થાવ કે આંખો માટે એક આકર્ષણ ઊભું થાય  તથા વારંવાર નજરમાં બસ તમે જ રહો.

એકદમ ભોળાભાવે બધું જ ન કહ્યા કરો, કેટલુંક બાકી રાખો, એટલે તેમની જિજ્ઞાાસા જળવાઈ રહે.

હમેશાં પિયર જવાની રટ લઈને ન બેસો. કારણ કે પતિનું ઘર જ તમારું  ખરું ઘર છે.

પતિની ચીજવસ્તુઓ, રૂમ અને અન્ય સફાઈમાં કે સજાવટમાં પૂરતું ધ્યાન આપો, જેથી ઘરમાં પ્રવેશતાં જ એ તમારા પર મોહી પડે.

પતિ ઘેર આવે કે તરત જ પ્રશ્નોની ઝડી ન વરસાવો કે, ‘ક્યાં હતાં?’ ‘કેમ મોડા?’, ‘શા માટે ગયા હતા?’ તેનાથી કલેશમય વાતાવરણ ઊભું થાય છે.

હનીમૂન દરમિયાન પતિ પોતાની અગાઉની પ્રેમકહાની સંભળાવે છે.  સાંભળીને દુ:ખ થાય  તો પણ પ્રગટ ન કરશો.  ભવિષ્યમાં  તક જોઈને તમારો ગુસ્સો ઠાલવજો, પરંતુ હનીમૂનનો મૂડ ખરાબ ન કરશો. ધ્યાન રાખજો કે હનીમૂન જીવનમાં એકવાર જ આવે છે.

નવપરિણીત પતિના હૃદયની સામ્રાજ્ઞાી બનવું એક મહારાણીને મળતાં માન કરતાં ઓછું નથી. તમારા પતિને જીતવા માટે વાણી, વ્યવહાર, સારી રીતભાત વગેરે શસ્ત્રો અજમાવી જુઓ. બસ પછી પતિ તો શું, બધાં જ તમારી મુઠ્ઠીમાં સમજો.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!