GSTV

સંબંધોના સરવાળા: માફી માગવાનો એવો જરાંયે અર્થ નથી કે તમારી ભૂલ છે, પણ માફી માગવાથી એ સાબિત થાય છે કે તમને સંબંધોની કદર છે !

Last Updated on July 22, 2021 by Pravin Makwana

જ્યારે કોઈ કપલ્સ એક બીજા સાથે સંબંધમાં જોડાય છે. ત્યારે તે પોતાની માનસિક સ્થિતી પણ એકબીજા સાથે શેર કરતા હોય છે. આ સંબંધમાં હંમેશા પ્રેમ, સન્માન, ઈમાનદારી અને સચ્ચાઈ હોવી જરૂરી છે, ત્યારે જ બંને વચ્ચેનો સંબંધ ગાઢ બની શકે છે. પણ જ્યાં પ્રેમ છે, ત્યાં બોલચાલ અને ઝઘડા પણ હોય છે. જો કે એક વાત છે કે લડાઈ-ઝઘડા, રિસાઈ જવું-મનાઈ લેવું આ બધા પર માનસિક અશાંતિ હાવી ન થઈ જાય તેવું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો આ ઝઘડા ગંભીર બનીને આપના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો આપે તુરંત માફી માગી લેવી જોઈએ. પછી ભૂલ ભલે તમારી હોય કે નહીં હોય. કારણ કે બંનેને સાચા સાબિત થવા કરતા બંનેનો સંબંધ અને બંનેની માનસિક સ્થિતી ખૂબ વધારે મહત્વ ધરાવે છે. આ લેખમાં અમે અહીં આપને માફી માગવાની અમુક એવી રીત બતાવા જઈ રહ્યા છીએ, જે પાર્ટનરને મનાવામાં આપની મદદ કરશે.

પહેલી રીત- પસંદગીનું કામ કરીને

આપણે જોઈએ છીએ કે, માણસને કંઈને કંઈ કરવાનું પસંદ હોય છે. જેમ કે કોઈને શોપીંગ કરવાનું પસંદ હોય છે. તો કોઈને ફરવાનું પસંદ હોય છે. કોઈને નવું નવું ખાવાનું પસંદ હોય છે. આપના પાર્ટનરને પણ કંઈક પસંદ હશે, બસ તે કામ કરો અને પ્રેમથી મનાવી લો.

બીજી રીત- કેંડલ લાઈટ ડિનર

માફી માગવા માટે વધુ એક સારી રીત છે અને તે છે કેંડલ લાઈટ ડિનરનો પ્લાન કરવો. આપ આપના પાર્ટનર માટે ઘર અથવા તેમની પસંદની જગ્યા પર બહાર કંઈ સારી એવી હોટલમાં કેંડલ લાઈટ ડિનરની વ્યવસ્થા કરી શકો છો. આશા રાખીએ કે, આપના પાર્ટનરને આ ખૂબ જ ગમે, જ્યાં આપ શાંતિથી માફી પણ આપી દેશે.

ત્રીજી રીત- ગિફ્ટ આપીને

જો આપનાથી જાણ્યા કે અજાણ્યા કોઈ ભૂલ થઈ ગઈ છે. અને આપનું પાર્ટનર આપનાથી નારાજ ચાલી રહ્યુ છે. તો તેના માટે આપ રૂમ અથવા અન્ય જગ્યા પર પાર્ટનરને ગિફ્ટ આપી શકો છો. સાથે જ એક નોટમાં આપ માફી પણ લખી શકો છો.

ચોથી રીત- સરપ્રાઈઝ આપીને

પાર્ટનર સાથે માફી માગવા માટે આપની પાસે વધુ એક સારી રીત છે. જે આપના પાર્ટનર માટે સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો. એક નાની એવી સરપ્રાઈઝ આપના પાર્ટનરને ખુશ કરી દેશે. આ સમયે આપને માફી પણ મળી જશે,. આપ તેના માટે કોઈ ગીત તૈયાર કરી શકોછો. કોઈ કવિતા કે શાયરીનો પણ સહારો લઈ શકો. આ સમયે આપ માફી માગી આપનું જીવન ખુશખુશાલ કરી શકો છો.

READ ALSO

Related posts

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!