તમે રિલેશનશિપમાં હોવ છો, ત્યારે તમે તે સંબંધની શરૂઆત ઘણી અપેક્ષાઓ સાથે કરો છો. સંબંધોમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આ અપેક્ષાઓ પણ વધતી જાય છે. તમારો સંબંધ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે તેને પરિપક્વતા સાથે સંભાળો અને એકબીજાને સમજો. નિષ્ણાતોના મતે સંબંધોમાં અપેક્ષાઓ રાખવી સામાન્ય બાબત છે, પરંતુ કેટલીકવાર આ અપેક્ષાઓ સંબંધ તોડવાનું પણ કામ કરી શકે છે. સતત લડાઈ અને ઝઘડા સંબંધ ગૂંગળામણ અનુભવવા લાગે છે. સંબંધોમાં પાર્ટનરને ખુશ રાખવા માટે પણ આ જ અપેક્ષાઓ કામ આવી શકે છે. જાણો સંબંધમાં શું અપેક્ષાઓ હોય છે.

પાર્ટનર પ્રશંસા કરે તેવી અપેક્ષા
કહેવાય છે કે ખુશામત તો ખુદા પણ ગમે છે, દરેક સાથીદાર એવુ ઇચ્છે છે કે તેનો સાથી કે તેની પાર્ટનર તેના વખાણ કરે પછી ભલે એ તેની સુંદરતાના હોય કે, આદતના હોય, કે ભોજનના હોય, આ પ્રશંસા પ્રેમ સંબધને બેટરીની જેમ ચાર્જ કરવાનું કામ કરે છે, આ નાનકડી એવી પ્રશંસાથી તમે તમારા સાથીના દિલ પર રાજ કરી શકો, તેથી દરેક વ્યક્તીએ પોતાના સંબંધમાં મધુરતા જાળવવા માટે આ કામ ચોક્કસ કરવું જોઇએ.
પાર્ટનર પ્રેમ વ્યક્ત કરે તેવી અપેક્ષા
સામાન્ય રીતે સંબંધના અમુક સમયગાળા બાદ પાર્ટનર એક બીજાને પ્રેમની અભિવ્યક્તિ કરવાનું ટાળે છે, આના કારણે જીવનસાથીને પ્રેમનો અભાવ વર્તાય છે, આથી સમયે સમયે અને પ્રસંગે પ્રસંગે એક બીજાને ભેટની આપ લે કરવી, એક બીજને ગમે તેવી પ્રવૃતિ, સરપ્રાઇઝ આપવી આ બાધાથી નિરસ થયેલા જીવનમાં પ્રેમનો નવો સંચાર થાય છે, તેથી અભિવ્યક્તિ ખુબ જરૂરી છે.
આદરની અપેક્ષા
સંબંધ ગમે તે હોય, તેમાં એ અપેક્ષા ચોક્કસ હોય છે તે દરેકને પુરતુ માન અને આદર મળે. પછી તે પ્રેમની હોય કે મિત્રતા. જ્યારે તમે તમારા જીવનસાથીનો આદર કરો છો, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તમે તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓને પણ માન આપો છો. સુખી સંબંધ માટે સન્માન હોવું જરૂરી છે.
સાથે સમય પસાર કરવાની અપેક્ષા
રિલેશનશિપમાં પાર્ટનર પાસેથી તેના પાર્ટનર સાથે મહત્તમ સમય પસાર કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. જે જરૂરી પણ છે. સારા સંબંધો બનાવવા માટે સમય પસાર કરવાની ખાતરી કરો. આની મદદથી તમે તેમને બતાવી શકશો કે તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે.
સંબધને મજબુત કરવાના પ્રયાસો
તમારા સંબંધને સ્થિર રહેવા દો. જો કોઈ ઝઘડો થાય અથવા સંબંધ તૂટી જવાની આરે આવે, તો દરેક પાર્ટનર પોતાના પાર્ટનર પાસેથી પ્રયાસની અપેક્ષા રાખે છે. આ કેટલીક અપેક્ષાઓ છે જે સાથી પોતાના સંબંધમાં રાખે છે. જો તમે સંબંધમાં ઝુકાવ રાખશો તો સંબંધ મજબૂત થશે.
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો