GSTV
Uncategorized

સોશિયલ મીડિયા આ રીતે લગ્ન જીવનને કરે છે બરબાદ, ચેતી જજો નહીં તો આવશે પસ્તાવવાનો વારો

લગ્નબાદ જીવનસાથી સાથે સારો સમય પસાર થઈ રહ્યો હોય, પતિ કે પત્ની ધ્યાન રાખનાર મળ્યા હોય તેમ છતા જો મન અંદરથી ઉદાસ રહે. મનમાં સતત વિચાર આવે કે સંબંધમાં કોઈ ખામી રહી ગઈ છે તો તુરંત સાવધાન થઈ જાઓ. આવી સ્થિતી સર્જાય તો સમજી લેવું કે ભુલ તમારા જીવનસાથીની નહીં તમારી છે. તો ચાલો સૌથી પહેલા તો જાણી લો કે આવા વિચાર આવવા પાછળ શું કારણ જવાબદાર હોય છે. 

વિચાર છે જવાબદાર

ઘણીવાર એવું થાય છે કે આપણે જીવનસાથીને લઈને વધારે પડતી જ આશાઓ રાખવા લાગીએ છીએ. મનમાં એક વાત ઘર કરી જાય છે કે પાર્ટનર જે કંઈ પણ કરે છે તે તેની ફરજ છે. પરંતુ જ્યારે તે તેની ફરજ પણ પુરી કરે તો તેનો આભાર માનવો જોઈએ. મોટાભાગે ઉદાસી અને દુખનું કારણ આવા વિચાર હોય છે તેથી પાર્ટનર તમારા માટે જે પ્રયત્ન કરે તેનો આભાર માનો.

Relationship Tips

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર લોકો વધારે પડતો સમય વ્યસ્ત રહે છે. જીવનની દરેક ક્ષણની તસવીરો તે સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. જો કે કેટલીક મહિલાઓ અન્યની તસવીરો જોઈ પોતાના જીવનની અને પાર્ટનરની સરખામણી અન્ય સાથે કરવા લાગે છે. બીજા લોકોના જીવનની વાસ્તવિકતા જાણ્યા વિના તે ફક્ત બહાર દેખાતી સ્થિતીના કારણે ઉદાસ રહેવા લાગે છે. 

સમયનો અભાવ

જીવનમાં અને મન પર સંબંધનો ભાર વધી જાય છે કારણ કે કપલ્સ પાસે એકબીજાની વાત જાણવા અને સાંભળવા માટે સમય જ નથી હોતો. આવી સ્થિતીમાં એકલતા સતાવે તે વ્યાજબી છે. સંબંધમાં એકબીજાને સમય આપવો ખુબ જરૂરી હોય છે. 

Relationship tips

લાગણી વ્યક્ત ન કરવી

પ્રેમ હોય ત્યાં લોકો નાની મોટી ભુલને ભુલી જવાનો દેખાવ તો કરે છે પણ મનમાં તે વાતને લઈને ગુસ્સો રાખે છે અને પોતાની લાગણી વ્યક્ત કરતા નથી. આ પરિસ્થીતીમાં તે ઉદાસ રહેવા લાગે છે. તેથી મનમાં જે લાગણી હોય તેને વ્યક્ત કરવાની આદત રાખો.

Read Also

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન પોતાના હાથમાં લીધી, આજે ચાર સ્થળો પર કરશે પ્રચંડ પ્રચાર

pratikshah

સૌરાષ્ટ્રના હજારો મતદારોના મત મેળવવાની રાજકીય પક્ષોમાં હોડ, વતનમાં લઇ જવા ૬૦૦થી વધુ બસોનું બુકીંગ

pratikshah

ગુજરાતમાં મુક્ત- ન્યાયી ચૂંટણી થશે કે કેમ.. સવાલો ઉઠ્યા! ગેહલોતના ચાર્ટર પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ કરવા દેવાયું નહીં

pratikshah
GSTV