GSTV
Home » News » લડાઇ-ઝગડાથી નિરાશ ન થાઓ, પ્રિયજનને તમારી વધુ નિકટ લાવશે આ ખટપટ

લડાઇ-ઝગડાથી નિરાશ ન થાઓ, પ્રિયજનને તમારી વધુ નિકટ લાવશે આ ખટપટ

રિલેશનશિપમાં બે વ્યક્તિ વચ્ચે લડાઈ ઝઘડા થવા સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વેમાં પુષ્ટી કરવામાં આવી છે કે લડાઈ ઝઘડા વ્યક્તિના સંબંધોને મજબૂત બનાવે છે. 1 હજાર લોકો પર થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે જે કપલ એકબીજા સાથે ઝઘડી પડતા હોય છે તે અન્યની કપલની સરખામણીમાં 10 ગણા વધારે ખુશ હોય છે.

Relationship tips

ઘણીવાર કપલ પોતાની સમસ્યા અને પ્રશ્નો એકબીજાથી છુપાવે છે. તેના પર ચર્ચા કરતા નથી આ આદતના કારણે કપલ વચ્ચે લાંબાગાળે એટલું અંતર આવી જાય છે અથવા તો ગેરસમજ ઊભી થાય છે કે તે તેમના સંબંધને પૂરા કરી દેવાનું કારણ હોય છે. નિષ્ણાંતો માને છે કે ચર્ચા ન કરવાના કારણે આ પ્રકારની સ્થિતી સર્જાય તેના કરતાં વધારે જરૂરી છે કે કપલ એકબીજા સાથે ચર્ચા કરે.

Relationship Tips

આ સર્વે દરમિયાન પાંચમાંથી ચાર લોકોએ એ વાત સ્વીકારી કે એકબીજા સાથે ગેરસમજ મામલે ચર્ચા ન કરવી તે સંબંધ તુટવા માટે જવાબદાર કારણ બને છે. સામાન્ય રીતે કપલ્સ વચ્ચે પૈસા, સેક્સ અને એકબીજાની ન ગમતી આદતો પર ઝઘડો થતો હોય છે. આ વસ્તુઓ પણ એક સંબંધને આગળ વધારવા માટે જરૂરી છે તેથી તેના પર થતો ઝઘડો કપલ માટે મદદરૂપ સાબિત થાય છે.

Read Also

Related posts

વિમા ધારકોને મળશે આ એક મોટો ફાયદો, ઈરડાએ આપી દીધા આ આઝાદી

NIsha Patel

JioPhone યુઝર્સને લાગશે મોટો ઝટકો, કંપનીએ સૌથી સસ્તો પ્લાન કર્યો દૂર

Dharika Jansari

મંદી બાદ મોંઘવારી બનશે મોદી સરકારનો માથાનો દુખાવો, બદલાઈ રહ્યાં છે દેશમાં સમીકરણો

Karan
Do NOT follow this link or you will be banned from the site!