GSTV
Life Relationship Trending

જાણીને થશે આશ્ચર્ય પણ આ ‘આદતો’ વધારશે તમારો પ્રેમ

પોતાના પ્રેમ સંબંધને ટકાવી રાખવા અને પાટર્નરને ખુશ રાખવા માટે અનેક કુરબાની આપવી પડે છે. કપલ્સએ સૌથી પહેલા તો પોતાની કુટેવોને છોડવી પડે છે. પાટર્નરને ખુશ રાખવા માટે કપલ પોતાની આદતોને બદલી દેતા હોય છે યા તો પછી પ્રયત્ન કરે છે કે તે એકબીજાની સામે ન આવે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલીક આદતો કે જેને ખરાબ ગણી કપલ એકબીજાથી છુપાવે છે તે હકીકતમાં તેમના પ્રેમને વધારે મજબૂત બનાવી શકે છે. 

એક રીસર્ચ અનુસાર ડેટિંગમાં લોકો શારીરિક બનાવટને મહત્વ આપે છે પરંતુ તેમનો સંબંધ અન્ય કારણોથી જ મજબૂત થાય છે. સામાન્ય રીતે જે આદતોને ખરાબ ગણવામાં આવે છે તેનાથી  જ પાટર્નર એકબીજા તરફ આકર્ષાતા હોય છે. 

પોતાના પાટર્નરની સામે છીંક કે ઉધરસ ખાવાથી કેટલાક લોકો સંકોચ અનુભવે છે પરંતુ આ તક પ્રેમ દર્શાવવા માટેની ઉત્તમ તક હોય છે. તમે જ્યારે બીમાર હોય ત્યારે તમારા પાટર્નર તરફથી કેવું વર્તન થાય છે તે પણ આ સમયે જોઈ શકાય છે. આ ઉપરાંત પોતાના પાટર્નરને આરામ મળે તે માટે સામેની વ્યક્તિ શું શું કરી શકે છે તે પણ જોવા મળે છે. આ તમામ કામ કપલ્સ વચ્ચે પ્રેમ વધારે છે. 

relationship tips

કસરત કર્યા પછી શરીરમાંથી પરસેવો છૂટે છે. આવા સમયે કપલ એકબીજાને હગ કરવાનું ટાળે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે પરસેવા સાથે આ સમયે શરીરમાંથી ફીરોમોન્સ પણ નીકળે છે. જે શરીરને ખાસ પ્રકારની ગંધ આપે છે અને આ ગંધ મહિલા પાટર્નરને આકર્ષે છે. 

પોતાના પાટર્નર સામે ઓડકાર લેવાની વાત આવે તો લોકોનું મોં બગડી જાય છે. પરંતુ રીસર્ચ કહે છે કે જે કપલ્સ આ ક્રિયા એકબીજાની સામે કરે છે તેમના સંબંધોમાં ખાસ ઈંટિમસી આવે છે. 

Read Also

Related posts

World AIDS Day/ કયારેય ન કરો આ પ્રકારની ભૂલો, નહિ તો તમને પણ આવી શકે છે HIVનો અટેક

Siddhi Sheth

ફિફા/ ફ્રાન્સની નવ મેચની અજેય કૂચને અટકાવી જીતવા છતાં ટ્યુનિશિયા બહાર, ફ્રાન્સ- ઓસ્ટ્રેલિયાનો રાઉન્ડ ઓફ 16માં ધમાકેદાર પ્રવેશ

HARSHAD PATEL

GUJARAT ELECTION / નવસારીમાં ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે વાંસદામાં બબાલ, વાંસદાના ભાજપ ઉમેદવારની કાર ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

Kaushal Pancholi
GSTV