GSTV
Life Relationship Trending

શું તમે બેસ્ટફ્રેન્ડના પ્રેમમાં છો? પોતાની જાતને પૂછો આ સવાલ, મળી જશે જવાબ

આપણાં જીવનમાં ઘણાં મિત્રો આવે છે પણ એમાં એક જ મિત્ર હોય છે જે સૌથી ખાસ હોય છે. બેસ્ટ ફ્રેન્ડ સાથેનો સંબંધ સ્પેશિયલ હોય છે. જો કોઈ છોકરાની બેસ્ટફ્રેન્ડ છોકરી હોય કે કોઈ છોકરીનો બેસ્ટ ફ્રેન્ડ છોકરો હોય તો એમને ખ્યાલ પણ નથી આવતો કે તમે ક્યારે બેસ્ટફ્રેન્ડને પ્રેમ કરવા લાગ્યા. આજે અહીં આપણે એના સંકેતો વિશે જાણીશું…

બળતરા થાય છે…

જેમ તમે કોઈના ફ્રેન્ડ છો તેમ બીજા લોકો પણ એના ફ્રેન્ડ હોઈ શકે છે. પરંતુ જો તમારો બેસ્ટફ્રેન્ડ કોઈને ડેટ કરતો હોય અને તમને એ વાતનો ગુસ્સો આવતો હોય તો તમને બળતરા થાય છે. એનો અર્થ થાય છે કે તમે નથી ઇચ્છતા કે એ તમારા સિવાય કોઈને અટેન્શન આપે.

તમે એની પસંદ બનવા માગો છો…

તમે એને ચાહવા લાગો એટલે એવું ઇચ્છવા લાગો છો કે એ એની બધી પસંદ-નાપસંદ તમને કહે જેથી તમે એનું અટેન્શન મેળવી શકો. 

સાથ આપવા તત્પર

એ ગમે ત્યાં જવાનો પ્લાન બનાવે તમે એની સાથે જવા તૈયાર જ હોવ છો, પછી ભલેને તમારું પોતાનું કામ ગમે તેટલું બગડતું હોય. આ સાબિત કરે છે કે તમારી ભાવના માત્ર મિત્ર તરીકેની નહીં પણ થોડી વિશેષ છે.

તમે ફ્રેન્ડથી વધારે બનવા માગો છો…

મેત્રી પ્રેમમાં ફેરવાઈ રહ્યાં હોવાનો સૌથી મોટો સંકેત એ છે કે તમે એના ફ્રેન્ડથી વિશેષ બનવાનો ટ્રાય કરો છો. તમે મનોમન ઇચ્છો છો કે બેસ્ટફ્રેન્ડ જ તમારો પાર્ટનર બને.

એની વાતો પર ધ્યાન આપો છો…

જો તમે એના પ્રેમમાં પડ્યાં હશો તો એની નાનામાં નાની વાતને ધ્યાનથી સાંભળશો. એ કંઇપણ બોલે તમને અગત્યનું જ લાગે છે.

Read Also

Related posts

શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી

Hina Vaja

Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં

Siddhi Sheth

ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન

Padma Patel
GSTV