GSTV
ANDAR NI VAT Trending

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાની વર્ષો જૂની કૂટનીતિ શરૂ કરી છે. અમેરિકાની માગણી હતી કે ભારત યુક્રેન-રશિયા યુદ્ધ મામલે રશિયા વિરુદ્ધ સ્ટેન્ડ લઈને જોરદાર વિરોધ નોંધાવે. ભારત સરકારે તેમ કરવાનો ઈનકાર કરી દેતા અમેરિકા રોષે ભરાયું છે અને તેણે ફરીથી એ જ વર્ષો જૂની કૂટનીતિ રમવા માંડી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતે પોતાનો સ્ટેન્ડ તટસ્થ રાખ્યો છે જે અમેરિકાને પસંદ આવી રહ્યું નથી. અમેરિકાએ પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનના રખરખાવ માટે આર્થિક સહાય જાહેર કરી છે અને ત્યારબાદ પાકિસ્તાનના સેનાપ્રમુખ કમર જાવેદ બાજવાને અમેરિકા બોલાવ્યા છે. આ રીતે અમેરિકા ભારતનું અપમાન કરી રહ્યું છે. અમેરિકાને ખબર છે કે પાકિસ્તાન ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપતો દેશ છે, તેમ છતાં તેણે આ મામલે વર્ષો સુધી આંખ મિંચામણા કર્યા છે અને હવે ફરીથી એ જ ભૂલ કરવા જઈ રહ્યું છે.

આતંકવાદનો જે એરુ અમેરિકાને કરડ્યો એ ક્યાં છુપાઈને બેઠો હતો? પાકિસ્તાનમાં. ઓસામા બિન લાદેન ક્યાં છુપાયો હતો? પાકિસ્તાનમાં. અમેરિકા સ્વયં આ વાત જાણે છે. ભારત સાથે વાંધો હોવાથી એની એ ભૂલ ફરીથી કરવા જઈ રહ્યું છે. અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામે લડવા અમેરિકાનો સાથીદાર કોણ છે, એ પણ તે ભૂલી રહ્યું છે. આ ભૂલના ગંભીર પરિણામ આવે એવી પૂરેપૂરી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO / મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી ફરી વિવાદોમાં, ચપ્પલ પહેરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Kaushal Pancholi

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લોન્ચ થશે ત્રણ શાનદાર સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે દમદાર ફીચર્સથી સજ્જ હશે

Kaushal Pancholi

આપ નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક CCTV ફૂટેજ જેલમાંથી સામે આવ્યો, નવા વીડિયોમાં જેલના રૂમની સફાઈ

Padma Patel
GSTV