GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

Jioની શાનદાર ઑફર, પહેલાં રિચાર્જ કરાવી લો થશે ફાયદો જ ફાયદો

રિલાયન્સ જિયો 6 ડિસેમ્બરથી ટેરિફ પેકની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે, જેના કારણે જિયો યુઝર્સે પ્લાન માટે વધુ રૂપિયા ચુકવવા પડશે. યુઝર્સને આ પરેશાનીમાંથી થોડી રાહત આપવા માટે કંપનીએ માર્કેટમાં એક ખાસ ઑફર ઉતારી છે જેની વેલીડીટી 336 દિવસોની છે. ચાલો જાણીએ આ પ્લાનમાં શું છે ખાસ…

444 રૂપિયાનો પ્લાન

આ ઑફરમાં જિયો યુઝર્સે 444 રૂપિયાનો ઑલ ઇન વન પ્લાન જે સતત ચાર વાર (પ્લાનની કુલ કિંમત 1776 રૂપિયા) રિચાર્જ કરાવાનું રહેશે. ચાર વાર રિચાર્જ કરવાથી આ પ્લાનની વેલીડીટી 336 દિવસની થઇ જશે. સાથે જ યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને ડેટાની સુવિધા પણ મળશે. આ રિચાર્જનો ફાયદો એ થશે કે 6 ડિસેમ્બરે લૉન્ચ થનારા મોંઘા પ્લાનથી તમે બચી જશો.

444 રૂપિયાના પ્લાનમાં શુ મળશે

જિયોએ આ પેકને ઑલ ઇન વન પ્લાન અંતર્ગત ભારતીય માર્કેટમાં ઉતાર્યો છે. યુઝર્સને આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા (કુલ 168 જીબી ડેટા) અને 100 એસએમએસની સુવિધા મળશે.

કૉલિંગની વાત કરીએ તો યુઝર્સ જિયો-ટુ-જિયો નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકશે પરંતુ અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે યુઝર્સને 1000 એફયુપી મિનિટ આપવામાં આવશે. આ સાથે જ યુઝર્સે 6 પૈસા પ્રતિ મિનિટના દરે આઇયુસી ચાર્જ આપવો પડશે. સાથે જ આ પેકની વેલીડીટી 84 દિવસની છે.

Read Also

Related posts

કેન્દ્ર સરકારે હજુ સ્કૂલ ખોલવાને લઈને નથી કર્યો કોઈ સમય નક્કી, કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે નિર્ણય : સૂત્ર

Nilesh Jethva

ખારી નદીમાં પૂર આવતા 7 ગામના લોકોનો સંપર્ક કપાયો, ચંડીસર ગામ પાસે કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!