GSTV
Home » News » Video: અચાનક રેખાની નજર સામે આવી ગયાં બિગબી, કોઇએ વિચાર્યુ પણ નહી હોય કર્યુ કંઇક એવું…

Video: અચાનક રેખાની નજર સામે આવી ગયાં બિગબી, કોઇએ વિચાર્યુ પણ નહી હોય કર્યુ કંઇક એવું…

ફેમસ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર લૉન્ચ થઇ ચુક્યું છે. આ ઇવેન્ટમાં બોલીવુડની અનેક હસીનાઓએ હાજરી આપી હતી. તેવામાં રેખાએ પણ પોતાના સ્ટાઇલીશ અંદાજમાં હાજર રહી હતી. જો કે બિગ બી અને રેખાના રિલેશનશીપને લઇને સૌકોઇ વાકેફ છે. જો કે બંને સ્ટાર્સ પૂરતા પ્રયાસ કરે છે કે તેઓ એકબીજાની સામે ન આવે. આવું જ કંઇક ફરી એકવાર ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર લૉન્ચ વખતે થયું.

કેલેન્ડર લૉન્ચ ઇવેન્ટમાં રેખાને ફોટોઝ માટે પોઝ આપવાનું કહેવામાં આવ્યું તો તેમણે ફોટોગ્રાફર્સને કહ્યું કે, પહેલાં હું ફોટોઝ જોઇ લઉ. રેખા જેવી પાછળ ફરીને જુએ છે ત્યાં તેની સામે બિગ બીનો ફોટો નજરે પડે છે. આ જોઇને તરત જ તે ત્યાંથી હટી જાય છે. રેખાનું  આ રિએક્શન કેમેરામાં કેદ થઇ ગયું. સોશિયલ મીડિયા પર રેખાનો આ વીડિયો ખૂબ જ વાયરવ થઇ રહ્યો છે. 2019ના કેલેન્ડર લૉન્ચ ઇવેન્ટમાં રેખા બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઇએ કે બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ વર્ષ 2019નું કેલેન્ડર લોન્ચ કર્યું છે. દર વર્ષે જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પોતાનું કેલેન્ડર લૉન્ચ કરે છે. જેની ફેન્સ પણ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. ડબ્બૂ રત્નાનીએ સોમવારે 2019ના વર્ષનું કેલેન્ડર લૉન્ચ કર્યુ હતુ.

કેલેન્ડરના લૉન્ચિંગ દરમિયાન કાર્તિક આર્યન, રેખા, સની લિયોની, વિદ્યા બાલન, કૃતિ સેનન, ટાઇગર શ્રોફ સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતા. આ વર્ષના કેલેન્ડરમાં ડબ્બુએ બોલિવૂડના 24 સ્ટાર્સને સ્થાન આપ્યું છે. જેમાં રણબીર કપૂર, કૃતિ સેનન, કાર્તિક આર્યન, સની લિયોન, ટાઇગર શ્રોફ, શાહરૂખ ખાન, રીતિક રોશન, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનને ‘વ્હાઈટ હાઉસ’ કેમ કહેવામાં આવે છે ? જાણો 118 વર્ષ જૂનો ઈતિહાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!