GSTV

ગળે મળવાને બહાને જુઓ રેખા શું કહી ગઈ જયાના કાનમાં? જયા ડઘાઈ ગઈ

બોલિવુડમાં રેખા અને જયાના સંબંધો વર્ષો જૂના છે.અમિતાભ માટે રેખાનો પ્રેમ અને જયા પોતાના સુહાગને બચાવવાનો સંઘર્ષથી બધા વાકેફ છે. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જ્યારે રેખા અને જયા સામ સામે આવ્યા ત્યારે જે થયુ તે જોઇને દરેક લોકો ચોંકી ગયા હતા.

દરેક લોકોનું ધ્યાન જયા અને રેખા પર જ હતુ. બંને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો વોટ આપવા માટે પહોંચી હતી. ત્યારે લોકોને જૂનો સમય યાદ આવી ગયો જ્યારે જયા અને રેખા એકબીજાને જોવાનું પણ પસંદ કરતી ન હતી.

વાસ્તવમાં જ્યારે જયા બચ્ચન સંસદના પરિસરમાંથી બહાર આવી રહી હતી, ત્યારે રેખા લિફ્ટ પાસે ઉભી રહીને લિફ્ટની રાહ જોઇ રહી હતી. બંનેની નજર જ્યારે એકબીજા પર પડી તો બંને એકબીજાની સામે જોતી જ રહી. પછી અચાનક જ રેખા આગળ વધીને જયાને ભેટી અને તેના કાનની પાસે જઇને કંઇક કહ્યુ. આ દરમિયાન જયા બિલકુલ સ્તબધ હતી, ત્યારબાદ બંને પોત-પોતાના રસ્તા જતા રહ્યા.

હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે રેખાએ જયાના કાનમાં શુ કહ્યુ હશે. જોવાનું તે એ છે કે જયા કોઇ પણ એક્સપ્રેશન વગર ત્યાં ઉભી રહી હતી.

સંસદ સિવાય જયા અને રેખા જ્યારે પણ કોઇ ઇવેન્ટમાં મળે છે ત્યારે રેખા હંમેશા આગળ વધીને ભેટે છે. કેટલાય એવોર્ડ ફંક્શનમાં બંને એકબીજાને મળે છે. પરંતુ બંનેના મનમાં કડવાશ તો છે જ. આ પહેલા જયા અને રેખા સંસદમાં મળી ચૂક્યા છે. જયા રેખાને ધારી ધારીને જોતી હોય તેવો ફોટો પર વાયરલ થયો હતો. જોકે જયાએ આ વાત પર મીડિયાની ક્લાસ લીધી હતી. કેટલાક નેતાઓએ આ ઘટનાને જોઇ પણ હતી.

Related posts

BIG NEWS/ દિપીકા પાદુકોણનું નામ આવ્યુ સામે, ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રીએ કરેલા ચેટમાંથી રહસ્યો ખુલ્યા

Pravin Makwana

શું સારા અલી ખાને સુશાંતને ડ્રગ્સ લેતો કર્યો : પ્રથમ હેવી ડોઝ સમયે સારા હતી હાજર, NCB સામે રિયાનો દાવો

Mansi Patel

‘સિમ્બા’ બાદ રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મમાં જોવા મળી શકે છે રણવીર સિંહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!