GSTV
Home » News » એક ઈવેન્ટમાં રેખા-ઐશ્વર્યા એકબીજાને ગળે મળ્યાં, જુઓ PHOTO

એક ઈવેન્ટમાં રેખા-ઐશ્વર્યા એકબીજાને ગળે મળ્યાં, જુઓ PHOTO

બૉલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા અને બિગ-બીના સંબંધને લઇને મીડિયામાં ઘણા પ્રકારના સમાચાર પ્રકાશિત થયા છે, પરંતુ રેખાનું આવા પ્રકારના સમાચારો સાથે કોઈ લેવા-દેવા નથી. રેખા હંમેશા બચ્ચન પરિવાર સાથે ખૂબ જ શાલીન અંદાજમાં જોવા મળી છે. હાલમાં મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં રેખાએ ઐશ્વર્યાને બાહોમાં પકડી લીધી હતી અને ફોટોગ્રાફરોને પોઝ આપ્યો હતો.

ખરેખર, આ બંને જાણીતા શાયર કૈફી આઝમી અને શબાના આઝમીના પિતાની 100મી બર્થ એનિવર્સરીમાં સામેલ થયા હતાં. જ્યાં આ બંનેએ મીડિયાને ખૂબ પોઝ આપ્યા હતાં. એટલું જ નહીં, મીડિયાને પોઝ આપ્યા બાદ એશ, રેખાને મૂકવા માટે કાર સુધી આવી અને બંનેએ ફરી વખત એકબીજાને ગળે લગાડ્યાં અને રેખા એશને કિસ કરતી જોવા મળી. ત્યારબાદ એશે રેખાને કારમાં બેસાડી. આ બંનેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે અને પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

જો ઐશ્વર્યાના કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટ માટે ઐશ્વર્યાએ સહમતી આપી છે, જોકે, અમિતાભ તરફથી હજી મંજૂરી મળી નથી.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!