તો એસવીપી હોસ્પિટલના કન્સલ્ટિંગ તબીબોને કમિશન આપવાનો મામલે જીએસટીવીના અહેવાલની મોટી અસર થઈ છે. અને આ પ્રકારનો પ્રસ્તાવ રદ કરાયો છે. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે કહ્યું આ બાબત ધ્યાને આવતા પ્રસ્તાવ રદ કરાયો છે. આ પ્રકારની એક વિચારણા મેટની બેઠકમાં થઈ હતી. હવે આ વિચારણાને રદ કરવામાં આવી છે. તેમણે એમ કહ્યું કે મેટમાં સભ્યો દ્વારા એક પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કે જેથી દર્દીઓની સંખ્યા વધે. પરંતુ હવે આ પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો
જણાવી દઇએ કે પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો કે એસવીપીમાં આવતાં કન્સલ્ટિંગ તબીબો જો પોતાનો દર્દી અહીં રિફર કરે તો તેમને અન્ય ખાનગી હોસ્પિટલની જેમ ચોક્કસ ફી ચુકવવી. એસવીપી હોસ્પિટલમાં કેટલાક સિનિયર તબીબો કન્સલ્ટિંગ તબીબ તરીકે આવતાં હોય છે. આવા તબીબો જો પોતોના ક્લિનિક પર આવેલા દર્દીને એસવીપીમાં રિફર કરે તો તેઓ તેની સારવાર એસવીપીમાં રાખીને કરી શકે છે.

તે ઉપરાંત તેના માટે એક વિશેષ એક્ઝિક્યુટિવ વોર્ડની પણ રચના કરી શકાય છે. તે ઉપરાંત આ કન્સલ્ટીંગ તબીબો જો અન્ય ખાનગી હોસ્પિટલને દર્દીઓ મોકલે અને જે ચાર્જ તેમને ચુકવવામાં આવે તેવો ચાર્જ એસવીપી દ્વારા પણ ચુકવવામાં આવે તેવી વ્યવસ્થા કરી શકાય છે. જેથી એસવીપી હોસ્પિટલમાં વધારે દર્દીઓ આવી શકે તેમજ તેમની સારવાર પણ યોગ્ય રીતે થઇ શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો.
Read Also
- ઓનલાઈન ડેટિંગ કરતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, આ સંકેતથી જાણી શકો છો કે તમારો પાર્ટનર તમને છેતરી રહ્યો છે
- હેરાન પરેશાન અને ડરી ગયેલી સારા અલી ખાને જ્હાનવી કપૂર સાથેનો એવો ફોટો કરી દીધો શેર, કારણ જાણવા બેબાકળા થઈ રહ્યા છે ફેન્સ
- ક્યાંક તમારા ફોનમાં તો નથીને Spyware ? આ રીતે કરી શકો છો ચેક, ખૂબ જ સરળ છે આ રીત
- ક્રૂરતાની તમામ હદો પાર / યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, છોકરી લાપતા
- ન્યોયોર્ક ટાઇમ્સમાં દિલ્હીની શાળાઓના વખાણ છપાયા એ જ દિવસે મનિષ સિસોદિયાને ત્યાં દરોડા