GSTV
Home » News » બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગ નામંજૂર, સરકારે SITની રચના કરી

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગ નામંજૂર, સરકારે SITની રચના કરી

અંતે જેની હજારો વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા તે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે.

સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ હવે પરીક્ષાર્થીઓનું આંદોલન કેવી દિશામાં આગળ વધશે એ તો થોડીવારમાં જ ખુલાસો થઈ જશે પણ પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓને એસઆઈટી રચવાની કરેલી માગને સરકારે સ્વીકારી લીધી છે. આ સાથે પ્રદિપસિંહે એસઆઇટીની રચનામાં કોણ કોણ હશે તેની પણ માહિતી આપી કે આ એસઆઇટીના અધ્યક્ષ કમલ દાયાણી હશે. જ્યારે આ પરીક્ષાને લઇને પ્રદિપસિંહે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ પરિક્ષાનું પરિણામ અનામત રખાશે. એસઆઈટી મામલે પરીક્ષાર્થીઓમાં પણ બે ફાંટાઓ પડી ગયા છે. કેટલાક ઉમેદવારો હજુ પણ પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે.

બિન સચિવાલય પરીક્ષાના મામલે સરકારની પ્રેસ કોન્ફરન્સ

  • સરકારે પરીક્ષાર્થીઓની રજૂઆતોને સ્વીકારી
  • સાચા લોકોને અન્યાય ન થાય તે જોવું જરૂરી
  • શાંતિ, સંયમ અને ધીરજ રાખી આંદોલન કર્યું છે તે અભિનંદનને પાત્ર છે
  • પરીક્ષાર્થીઓ અને પોલીસ વચ્ચે ફાટફૂટ પડાવવાના પણ પ્રયાસ કરાયા છે
  • ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસની પ્રસંશા કરી
  • પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે.
  • 5 વર્ષમાં 1.02 લાખ લોકોની ભરતી કરાઈ છે.
  • પરીક્ષાર્થીઓની મહેનત બેકાર નહીં જાય
  • મુખ્યમંત્રીએ આ માટે સીટની રચના કરાઈ છે. જેમાં રાજયના અગ્ર સચિવ કમલ દાયાનીને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. આ એસઆઈટીમાં મનોજ શશીધરન, મયંકસિંહ ચાવડા અને જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પરીક્ષા રદ નહીં નહીં થાય
  • 10 દિવસની અંદર અહેવાલ સુપરત કરવામાં આવશે.
  • એસઆઈટીને જરૂર લાગશે તો ગૃહવિભાગ મદદ કરશે
  • એસઆઈટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી રિઝલ્ટ જાહેર નહીં થાય
  • શુક્રવારે પરીક્ષાર્થી આગેવાન અને સરકાર વચ્ચે બેઠક થશે

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાને લઇને શરૂ થયેલા આંદોલનના ઘણા કલાકો બાદ સીએમ રૂપાણીએ પોતાની પ્રતિક્રીયા આપી જેમાં સીએમે વિદ્યાર્થીઓ સાથે હકારાત્મક રીતે વાતચીત થતી હોવાની વાત કરી સાથે જ ફરિયાદ સામે કડક પગલા લેવાની અને દરેક સરકારી ભરતી પારદર્શક રીતે કરી હોવાનો દાવો કર્યો હતો.

પરીક્ષા રદ કરવાના આંદોલનનો ચહેરો યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં છત પર ચઢીને એવી જાહેરાત કરી કે સરકાર તરફથી એસઆઇટીની નિયુક્તિ કરવાની લેખિત બાંહેધરી બાદ આંદોલન સમેટી લઇશું. આ સાથે યુવરાજસિંહે કહ્યું કે તેઓ એસઆઇટીના એક મેમ્બર હશે અને તેઓ તમામ પુરાવાઓ એફએસએલમાં રજૂ કરશે.

વિદ્યાર્થીઓનો દિવસભર હલ્લાબોલ

સવારે : ૬ વાગ્યે વિદ્યાર્થીઓના ધરણાં ફરી શરૂ
સવારે : ૯ વાગ્યે એનસીપી નેતા શંકરસિંહે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી
સવારે ૧૦ :૧૫ વાગ્યે જિલ્લા પોલીસ વડા અને ન્યાબ કલેકટરની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત અને સરકારે પ્રતિનિધિઓને ચર્ચા માટે આવકાર્યા
સવારે ૧૦ : ૪૦ વાગ્યે યુવા પ્રતિનિધિ યુવરાજસિંહ અને હાર્દિક પ્રજાપતિની કલેકટર સાથે મુલાકાત
બપોરે ૧૧ઃ૩૦ વાગ્યે કલેકટર સાથેની બેઠક પૂર્ણ, પાંચે માગ સરકારે માન્યા હોવાનો યુવરાજસિંહનો દાવો
બપોરે ૧૨ વાગ્યે પ્રદેશ કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પ્રદર્શન સ્થળે પહાંચ્યા
બપોરે ૧૨ઃ૧૫ વાગ્યે પ્રદર્શન સ્થળે પહાંચેલા હાર્દિક પહેલનો વિરોધ
બપોરે ૧૨ઃ૨૫ વાગ્યે કલેકટર અને કે. કૈલાસનાથન વચ્ચે મુલાકાત
બપોરે ૧૨ઃ૫૬ વાગ્યે રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા સમર્થનમાં પહાંચ્યા
બપોરે ૧ઃ૧૯ વાગ્યે કલેકટર ખાતે વિદ્યાર્થીઓના ચાર પ્રતિનિધિઓ મુલાકાતે ગયા
બપોરે ૨ઃ૦૩ વાગ્યે કલેકટર કચેરીએ મુલાકાત બાદ આંદોલન સમેટવાના સંકેત, લેખિત ખાતરી આપ્યા બાદ આંદોલનના અંતની જાહેરાત
બપોરે ૨ઃ૩૫ વાગ્યે સીટ નિર્માણના આંદોલનકારીઓના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ, જ્યાં સુધી પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલનની વિદ્યાર્થીઓની ચીમકી
બપોરે ૩ઃ ૪૦ વાગ્યે હાર્દિક પટેલ સાથે ધક્કામુક્કી સાથે વિરોધ
બપોરે ૨ઃ૩૫ વાગ્યે સીટ નિર્માણના આંદોલનકારીઓના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ, જ્યાં સુધી પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલનની વિદ્યાર્થીઓની ચીમકી
બપોરે ૩ઃ ૪૦ વાગ્યે હાર્દિક પટેલ સાથે ધક્કામુક્કી સાથે વિરોધ

ત્યારે આ સમગ્ર નિવેદન બાદ પોલીસ યુવરાજસિંહને પોલીસ તેની સાથે લઇ ગઇ હતી..જ્યારે આ આંદોલનમાં અન્ય હજારો ચહેરા બની ગયેલા વિદ્યાર્થીઓ ગમે તે ભોગે પરીક્ષા રદ થાય તેવું એક સૂરે કહી રહ્યા છે આમ આંદોલનમાં ક્યાંને ક્યાંક અલગ અલગ ફાંટાઓ પડી ગયા છે ત્યારે યુવરાજસિંહની આંદોલન સમેટી લેવાની વાત કેટલી કારગત નિવડે છે તે થોડા સમયમાં જ ખબર પડી જશે.

READ ALSO

Related posts

રાજકોટમાં માંધાતાસિંહ જાડેજાની તિલક વિધી સમારોહમાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ, 7 હજાર દીપ પ્રગટાવી બનાવ્યુ રાજચિન્હ

Mansi Patel

રાજકોટનાં રાજવી પરિવારે બનાવ્યો બીજો વિશ્વ રેકોર્ડ, 51 પુરોહિતો અને 31 તીર્થજળોથી કરાયો રાજ્યાભિષેક

Mansi Patel

રાજકોટમાં છેડતી કરનાર યુવકની યુવતીએ કરી જાહેરમાં ધોલાઈ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!