GSTV
લોકસભા ચૂંટણી 2019

રદ થયેલા મતદારોને ફરી મતદાર યાદીમાં સામેલ કરો: PIL

ગુજરાતમાં મતદાર યાદીમાં રદબાતલ થયેલા લોકો તેમજ જેમણે ચાલુ વર્ષે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનોને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરી આગામી લોકસભા ચૂંટણી માટે મતાધિકાર આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ કરવામાં આવી છે. જેની વધુ સુનાવણી આવતીકાલે ગુરૃવારના રોજ હાથ ધરાશે.

અરજદારની રજૂઆત છે કે કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર 1 જાન્યુઆરી, 201૯ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે. આ 18થી 1૯ વર્ષના 1.5 કરોડથી પણ વધુ યુવાનો હાલ દેશમાં છે. આ વય સમૂહમાં આવતા ગુજરાતના મોટાભાગના યુવાનોનો સમાવેશ હજુ સુધી મતદાર યાદીમાં કરવામાં આવ્યો નથી. તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન તેમજ ઓફલાઇન માધ્યમથી મતદાર યાદીમાં સમવાશે માટેની સંપૂર્ણ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે.


ગુજરાતની વાત કરીએ તો ચૂંટણી પંચની જાહેરાત છતાં ઘણાં લોકોને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી તેમજ ઘણાં લોકોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં એક લાખથી પણ વધારે લોકોએ ચૂંટણી કાર્ડ મેળવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે પરંતુ હજુ સુધી તેમનો સમાવેશ મતદાર યાદીમાં થયો નથી. આ અંગે અમદાવાદના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ત્યારે જવાબ મળ્યો હતો કે તેમને મતાદર યાદીમાં સમાવેશ અને સુધારા માટે 1.25 લાખ ફોર્મ મળ્યા હતા અને ફોર્મની તમામ પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઇ છે, પરંતુ મતદારયાદીમાં તેમનો સમાવેશ થઇ શક્યો નથી. 

અરજદારનો આક્ષેપ છે કે આ મુદ્દે જ્યારે પણ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી કે બ્લોક લેવલ અધિકારીને રજૂઆત કરવામાં આવે છે ત્યારે કોઇને કોઇ બહાના દ્વારા તેમને ટાળવામાં આવે છે. આ અંગેની વધુ સુનાવણી આવતીકાલે યોજાશે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
GSTV