GSTV

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Last Updated on September 19, 2020 by Mansi Patel

ચીનની કોમ્યુનિસ્ટ પોર્ટી સાથે જોડાયેલા અખબાર ગ્લોબલ ટાઇમ્સે ખુલીને તે વાતનો સ્વિકાર કર્યો છે કે ચીનની સેના તાઇવાન પર કબ્જા માટે યુદ્ધાભ્યાસ કરી રહી છે. ચીન સરકારના મુખપત્ર ઘણાતા  ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે શુક્રવારે જે 18 યુદ્ધ વિમાનો તાઇવાન તરફ મોકલવામાં આવ્યા હતા તે કોઇ ચેતવણી આપવા માટે નહીં પરંતુ તાઇવાન પર કબ્જો કરવાના રિહર્સલ માટે હતા.

ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે ચીની સેના હજુ પણ સંયમિત છે. પરંતુ જ્યારે પણ અમેરિકાના કોઇ ઉચ્ચ અધિકારી તાઇવાન જાય છે ત્યારે ચીની સેનાના યુદ્ધ વિમાનો એક ડગલું આગળ વધે છે. ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે ચીન બસ એક રાજનૈતિક કારણની તલાશમાં છે. કે જેથી તાઇવાનની સ્વતંત્ર શક્તિને ખતમ કરી શકાય.. જો તાઇવાનના અધિકારી આક્રમક વલણ અપનાવવાનું ચાલુ રાખશે તો આવી સ્થિતિ નિશ્ચિતપણે આવશે.

ચીની અખબારે લખ્યું કે ચીનને તાઇવાન અને અમેરિકાના જોડાણ સામે વાંધો છે. અમેરિકન અધિકારીના તાઇવાન પ્રવાસની પહેલા કોઇ જાણકારી ન હતી. તેમ છતાં ચીને આટલા ઓછા સમયમાં પોતાના યુદ્ધ વિમાનોને તૈયાર કરીને મોકલી દીધા. તેનો મતલબ એ છે કે ચીનની સેના કોઇ પણ સમયે તાઇવાન પર કબ્જો કરવા માટે તૈયાર છે.. અમેરિકા અને તાઇવાને સ્થિતિ અંગે ખોટો ભ્રમ ન રાખવો જોઇએ. તેઓ ચીનની સેનાનો યુદ્ઘાભ્યાસને દેખાડો ન સમજે. જો તેઓ પોતાની તરફથી ઉશ્કેરશે તો નિશ્ચિતપણે યુદ્ધ થશે.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!