બ્રિટનની જાહેર ક્ષેત્રની દુરસંચાર કંપની વોડાફોને ભારત સરકારની ટેલિકોમ નિતી પર આરોપ લગાવ્યાં છે. વોડાફોનનું કહેવું છે કે, ભારત સરકારની ટેલિકોમ પોલીસી રિલાયન્સ જીયો સિવાય તમામ ટેલિકોમ કંપનીની વિરૂદ્ધ છે. વોડાફોનનાં મુખ્ય કાર્યકારી અધિકારી નિક રીડનો આરોપ છે કે, ભારતમાં છેસ્સા બે વ્રષમાં દુરસંચાર નિયમનથી જોડાયેલી તમામ બાબતો રિલાયન્સ જીયો સિવાય તમામ ટેલિકોમ કંપની માટે નુકસાનકારક છે.
વોડાફોન ભારતમાં આદિત્ય બિરલા સમૂહ સાથે મળીને વોડાફોન આઇડિયા લિમીટેડનાં નામે કાર્યરત છે. રીડનું કહેવું છે કે ભારતમાં અમે લોસ સાથે બિઝનેસ કરી રહ્યા છે. જો કે હવે કંપનીની સ્થિતી ઠિક છે. હવે અમે નેટવર્ક પર રોકાણ કરવાની યોજના વિચારીએ છે. આ સાથે જ કંપની પોતાની સંપત્તિ વેચી શકે છે. મહત્વનું છે કે ગત વર્ષે જ સ્પેનનાં બાર્સિલોનાં શહેરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનો આરંભ થયો છે. દુનિયાભરની દુરસંચાર કંપની 5G કનેક્ટિવીટી અને ક્લીઅર કેમેરા વાળા ફોન લોન્ચ કરવા માટે આમાં સામેલ થઈ રહિ છે.
ભારતમાં દુરસંચાર નિયમન અને નિતી પર એક સવાલનાં જવાબમાં રિડે બાર્સિલોનામાં જણાંવ્યું કે, મારૂ માનવું છે કે નિયમોનાં સંદર્ભમાં અમે સમાન સ્તરની વાત કરીએ છે. પાછલા બે વર્ષમાં ઘણાં એવા નિયમ બન્યા છે. જે રિલાયન્સ જીયો સિવાય બાકી તમામની વિરૂદ્ધ છે. આ વાત અમે અગાઉ પણ સ્પષ્ટ કરી છે.
રિડે જણાંવ્યું છે કે,ભારતમાં મોબાઈલ સેવાનાં દર સૌથી નીચલા લેવલ પર છે. આ લાંબો સમય સુધી નહિ ચાલે. રીડે કહ્યું છે કે,માર્કેટમાં ત્રણ અગ્રણી કંપનીઓ રોકની સમસ્યાથી પિડાય છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં જ સૌથી ઓછી કિંમતો જોવા મળે છે. અહિં ગ્રાહકો 12GB ડેટાનો વપરાશ એટલી કિંમતે કરે છે. જે ક્યાંય પણ દેખાતી નથી. અંતમાં કિંમતો વધશે. જો કે આ કિંમત વધારે નહિ વધે. પરંતુ તેમાં થોડો સુધારો થશે.
ડિસેમ્બર-2018 સુધી વોડાફોન આઈડિયાનું કુલ દેવું 1,23,660 કરોડ રૂપિયા હતું.
READ ALSO
- વરસાદ : રાજકોટ અને વલસાડમાં ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો, બંને શહેરોમાં સર્જાયો વરસાદી માહોલ
- BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, પુત્રી ઘાયલ
- રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક