GSTV
Gujarat Government Advertisement

વાંચી લેજો/ ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, આ ભૂલ્યા તો નહીં ભરાય ફોર્મ

12

Last Updated on February 13, 2021 by Bansari

ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ બાદ આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરવામા આવી છે. તમામ સ્કૂલોને પરિપત્ર કરીને બોર્ડ દ્વારા સૂચના આપી દેવાઈ છે અને જે મુજબ ૧૨ માર્ચ સુધી ફોર્મ ભરાશે.

પરીક્ષા

વિદ્યાર્થીનું ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન ફરજીયાત દરેક સ્કૂલે કરવુ પડશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૦મી મેથી લેવાનારી ધો.૧૦ અને ૧૨ સાયન્સ તથા સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે બોર્ડ દ્વારા સ્કૂલ રજિસ્ટ્રેશન ,ટીચર્સ રજિસ્ટ્રેશન અને વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે. ૧૨ સાયન્સ અને ધો.૧૦ બાદ આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહના બોર્ડ પરીક્ષા ફોર્મ ભરાવાનું શરૃ કરાયુ છે. દરેક સ્કૂલે વિદ્યાર્થીઓનું પરીક્ષા ફોર્મ ભરતા પહેલા ફરજીયાત સ્કૂલની વિગતો સાથેનું રજિસ્ટ્રેશન અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન ઓનલાઈ નકરવાનું રહેશે.

12

રજિસ્ટ્રેશન માટે તમામ સ્કૂલોને વિગતવાર સૂચના આપવામા આવી

મે ૨૦૨૧ સુધીનો અનુભવ ગણી તમામ વિષય શિક્ષકોનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે. બોર્ડ દ્વારા રજિસ્ટ્રેશન માટે તમામ સ્કૂલોને વિગતવાર સૂચનાઓ આપવામા આવી છે. દરેક સ્કૂલે વિદ્યાર્થીઓનું ફોર્મ ફાઈનલ ઓનલાઈન સબમીટ કરતા પહેલા પ્રિન્ટ કાઢી વિદ્યાર્થી અને વાલી પાસે ચકાસણી કરાવવાની રહેશે. રીપિટર વિદ્યાથીઓ અને એકથી વધુ માર્કશીટ હોય તેવા કિસ્સામાં તમામ માર્કશીટ-પરિણામોની વિગતો આપવાની રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!