GSTV

ચેતવણી/ 1લી જૂન 2024થી આ વાહનનોનું રજિસ્ટ્રેશન થશે રદ, ભંગારમાં જશે : મોદીના નવા નિયમોથી ગુજરાતને થઈ જશે બખ્ખાં

Last Updated on August 2, 2021 by Harshad Patel

દેશમાં પ્રદૂષણ વધારી રહેલા અંદાજે બે કરોડ જેટલા જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો અલાયદો પાર્ક બનાવવામાં આવે તેવી તૈયારી શરૂ કરવામાં આવી છે. આ પાર્ક કચ્છ અને ભાવનગરના અલંગમાં બનશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અલંગમાં શીપ બ્રેકીંગ પાર્ક છે જેમાં વિશ્વના દેશોના જહાજોને ભાંગવામાં આવે છે. આ જગ્યાએ સ્ક્રેપ પાર્ક પણ બનાવવામાં આવતાં સ્થાનિક લોકોને મોટાપાયે રોજગારી મળી રહેશે. કેન્દ્ર નવી સ્ક્રેપ પોલિસીમાં વાહનોને સ્ક્રેપમાં લઇ જવા જે પ્રોત્સાહન આપી રહી છે તેમાં રાજ્ય સરકાર ઉમેરો કરશે.

રાજ્યમાં નવા ઉદ્યોગ-ધંધાને મોટી તક મળશે

દેશભરમાં સ્ક્રેપ થયેલા વાહનો ગુજરાતમાં આવશે તેથી રાજ્યમાં નવા ઉદ્યોગ-ધંધાને મોટી તક મળશે. સ્ક્રેપ પાર્ક માટે જે સુવિધા જોઇએ છે તે દરિયાકિનારાના આ બન્ને વિસ્તારોમાં પહેલાથી ઉપલબ્ધ છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં 20 વર્ષ કે તેથી વધુ જૂના વાહનો માર્ગો પર ફરી રહ્યાં છે જે પ્રદૂષણની માત્રામાં વધારો કરે છે.

દેશના ઓટો સેક્ટરને તેનાથી ફાયદો પણ થવાનો

એટલું જ નહીં તેમાં ઇંધણ પણ વધારે વપરાય છે. નોઇઝ પોલ્યુશન પણ થાય છે. સલામતીની દ્રષ્ટીએ આ વાહનો અત્યંત જોખમી બની ચૂક્યાં છે. આ વાહનોને ગુજરાતમાં લાવીને તેનું રિસાયકલિંગ કરાશે કે જેથી તેમાંથી એક નવા ઉદ્યોગનો જન્મ થશે. દેશના ઓટો સેક્ટરને તેનાથી ફાયદો પણ થવાનો છે. ઓટો સેક્ટરની સમાંતર સ્ક્રેપ ઉદ્યોગ શરૂ થશે.

ફીસ

સ્ક્રેપ વાહનો માટે સર્ટિફાઇડ ઓફ ડિપોઝિટ અપાશે. તે વાહનનો ચેસીસ, એન્જીન નંબરની નોંધણી રદ કરાશે. આરટીઓ નંબર પણ રદ્દ થશે. નવા વાહન માટે રોડટેક્સમાં 25 ટકા રાહત ઉપરાંત વ્યક્તિગત કોમશયલ વાહનોની ખરીદીમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે. ભારત સરકાર તેના 15 વર્ષ કે તેથી વધુ જૂના વાહનો એપ્રિલ 2022થી સ્ક્રેપમાં લઇ જશે, એ જ રીતે ગુજરાત સરકારમાં અસ્તિત્વ ધરાવતા આ પ્રકારના જૂના વાહનોને પણ સ્ક્રેપ કરાશે.

ભારતના 2.14 કરોડ વાહનો પોલિસીમાં આવશે

કેન્દ્રનો અંદાજ છે કે દેશમાં 20 વર્ષ જૂનાં 2.14 કરોડ વાહનો માર્ગો પર દોડી રહ્યાં છે જે પૈકી સૌથી વુ 39.48 લાખ વાહનો કર્ણાટકમાં છે. કેન્દ્રની સ્ક્રેપ પોલિસીના આારે ગુજરાત સરકાર પણ તેની સ્ક્રેપ પોલિસી જાહેર કરશે. નવા નિયમો પ્રમાણે 2005 પહેલાંના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ગુજરાતમાં 2004-05 સુીમાં નોંધાયેલા ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 10.16 લાખ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 68.01 લાખ છે.

…તો 1લી જૂન 2024થી વાહન રજિસ્ટ્રેશન સમાપ્ત…

વિશ્વમાં યુએસ, કેનેડા, ચીન અને જર્મની જેવા દેશોમાં વ્હિકલને સ્ક્રેપ કરવાની પોલિસી અસ્તિત્વમાં છે અને આ પોલિસીની મદદથી આ દેશો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટ કરે છે, તેની સાથે સાથે માર્ગો પર વાહનોનું પ્રદૂષણ પણ નિયંત્રિત કરી રહ્યાં છે. ભારતની પોલિસી 1લી ઓક્ટોબર 2021થી લાગુ થશે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલના વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 20 વર્ષથી જૂનાં વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય અને રજીસ્ટ્રેશન રિન્યુ નહીં થાય તો 1લી જૂન 2024થી જે તે વાહનનું રજીસ્ટ્રેશન આપોઆપ રદ્દ થઇ જશે.

પોલિસીમાં વિન્ટેજ કારનો સમાવેશ નથી

જો કે પ્રાઇવેટ વાહનોને સુારા કરવાનો મોકો આપવામાં આવશે, ત્યારબાદ ફિટનેસમાં ફેઇલ થશે તો તે વાહનને સ્ક્રેપ કરવું પડશે. 1લી એપ્રિલ 2023થી 15 વર્ષ જૂનાં કોમશયલ વાહનોનું રજીસ્ટ્રેશન સમાપ્ત કરી દેવામાં આવશે. વાહનોને સ્ક્રેપ કરવા માટે પીપીપી આારે ઓટોમેટીક ટેસ્ટ સેન્ટર અને સ્ક્રેપ સેન્ટર ખોલવામાં આવશે. જ્યારે લોકો જૂનાં વાહનો સ્ક્રેપ કરીને નવા વાહનો લેશે ત્યારે સરકારને વર્ષે 40,000 કરોડ રૂપિયાનો જીએસટી મળશે. જો કે આ પોલિસીમાં વિન્ટેજ કારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પોલિસીના દાયરામાં 20 વર્ષ જૂનાં 51 લાખ હલકા મોટર વાહન અને 15 વર્ષ જૂનાં 34 લાખ વાહનો આવશે. એવી જ રીતે 15 લાખ મિડીયમ અને હેવી વાહનો પણ આવશે કે જે 15 વર્ષથી વુ જૂનાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!