ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે જેના અમુક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જોકે, એક-બે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પાસ થઈ શકે છે.

ગુજરાત બોર્ડે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ માટે, સત્તાવાર વેબસાઇટ sscpurakreg.gseb.org પર નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ પહેલા પૂરક પરીક્ષા માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
પૂરક પરીક્ષા માટે અરજી શરૂ – 22 જૂન, બપોરે 12 વાગ્યાથી
પૂરક પરીક્ષા માટે અરજી માટે છેલ્લી તારીખ – 30 જૂન 2022
ગુજરાત બોર્ડ 10મીની પૂરક પરીક્ષા માટે કેવી રીતે અરજી કરવી?
ગુજરાત બોર્ડની ધોરણ 10માની પૂરક પરીક્ષા માટે, વ્યક્તિએ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ sscpurakreg.gseb.org પર અરજી કરવાની રહેશે.
વેબસાઇટ પર દેખાતી એપ્લિકેશન પ્રક્રિયા લિંક પર ક્લિક કરો.
માંગેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
SSC પૂરક પરીક્ષા 2022 માટે માંગવામાં આવેલી ફરજિયાત ફી ભરો.
પેમેન્ટ કર્યા પછી ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ નિકાળી લો.
READ ALSO:
- ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા
- ટેક્સથી બચવા VIVOએ ચીન મોકલ્યા 62 હજાર કરોડ રૂપિયા, EDની તપાસમાં થયો મોટો ખુલાસો
- વાઇરલ વિડીયો / કપડાં પર મોઢાથી પાણી છાંટતો જોવા મળ્યો એક વ્યક્તિ, ઈસ્ત્રી કરવાની વિચિત્ર રીત જોઈને આશ્ચર્યચકિત થયા લોકો
- લાલ બત્તી સમાન કિસ્સો / સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા 100 વાર વિચારજો! આરોપીઓએ ખૂબ જ હલકી કક્ષાનું કર્યું કૃત્ય
- મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની કરી વરણી, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ