GSTV

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Last Updated on December 1, 2021 by Pritesh Mehta

જો તમે SBI Yono Businessનો ઉપયોગ કરવા માંગો છો તો આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે સરળતાથી SBI Yono Business એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. Yono Businessને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેનો હેતુ કોર્પોરેટ અને SME એટલે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્લેટફોર્મ આપવાનું હતું. અહીં કસ્ટમર્સ બેન્કિંગ સુવિધાઓને સરળતાથી ઉપયોગ કરી શકે છે. વાસ્તવમાં, આ એપ ઉપયોગ કરતા ગ્રાહકોને અલગ બેન્કિંગ પોર્ટલ કે એપનો ઉપયોગ નહિ કરવો પડે.

sbi

SBI એ લોન્ચ કરી Yono Business APP

SBI તરફથી લોન્ચ કરવામાં આવેલ SBI Yono Business એક ઈ લેટેસ્ટ એપ છે જેમાં નવી ટેક્નોલોજી અને ડિજિટલ સર્વિસીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાહકો તેને સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેને એક સિંગલ એપ દ્વારા કોર્પોરેટ કસ્ટમર્સને અનેક સુવિધાઓનો ફાયદો મળે છે જેમ કે કોર્પોરેટ ઇન્ટરનેટ બેન્કિંગ, eTrade, સપ્લાય ચેઇન ફાયનાન્સ, કેશ મેનેજમેન્ટ પ્રોડક્ટ અને eForex વગેરે.

Yono Business

આ ગ્રાહકો માટે લાભદાયી છે આ એપ

વાસ્તવમાં, Yono એપ SBI સેવિંગ એકાઉન્ટ વાળા ગ્રાહકો માટે અને Yono Business કરંટ એકાઉન્ટ વાળા અને કોર્પોરેટ કસ્ટમર્સ માટે રજુ કરવામાં આવી છે. આ એપમાં ગ્રાહકોને SBI ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા મળે છે. આ એપને PM eMudra અને SBI eMudra Loan વાળા ગ્રાહકો પણ ઉપયોગ કરી શકે છે.

YONO Business એપના દમદાર ફીચર્સ

  • SME ગ્રાહકો આ એપ દ્વારા પ્રી-અપ્રૂવડ લોન લઇ શકે છે.
  • તેમાં ફોરેક્સને લગતી સેવાઓ અને ટ્રાન્જેક્શન ટાઈમ ઓછો લાગે છે.
  • તેમાં ફોરેક્સને લગતી સેવાઓ અને ટ્રાન્જેક્શનને સંપૂર્ણ રીતે ડિજિટલ કરી દેવામાં આવી છે.
  • તેમાં ગ્રાહકોને એક ઈ-ફોરેક્સ ડેશબોર્ડ આપવામાં આવે છે જેમાં તેઓ પોતાના ફોરેક્સને લગતા એક્ટિવ ઓર્ડર અને ડીલ જોઈ શકે છે.
  • આ એપથી કોર્પોરેટ ગ્રાહકો લેટેસ્ટ માર્કેટ ટ્રેંડ પણ જોઈ શકે છે
  • ઈ-ફોરેક્સ પોર્ટલથી ગ્રાહકો બ્રાન્ચમાં ગયા વગર જ પોતાના ફોરવર્ડ કોન્ટ્રાકટને ઓનલાઇન બુક પણ કરી શકે છે અને તેને કેન્સલ પણ કરી શકે છે.
  • આ એપની એડવાન્સ API ટેક્નોલોજીને લીધે ગ્રાહકો રિયલ ટાઈમ રેટ બુકિંગ કરી શકે છે.
  • જુના ગ્રાહકો આ એપ દ્વારા ક્રેડિટ લેવા માટે ઈમ્પોર્ટથી લઈને ઇન્સ્યોરન્સ સુધીની રિકવેસ્ટ માત્ર 10 મિનિટમાં કરી શકે છે.
  • આ એપમાં અનેક ફિલ્ડ્સ આપોઆપ ખુલી જાય છે
  • આ એપમાં ગ્રાહકો સરળતાથી ડિજિટલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે
  • આ એપ પર સિંગલ ક્લિકથી અનેક રિકવેસ્ટ મૂકી શકે છે
  • આ એપમાં ગ્રાહકો પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઇન જોઈ શકે છે
  • ગ્રાહકો પોતાના LCમાં ઓનલાઇન જ આ એપ દ્વારા કંઈપણ ફેરફાર કરી શકે છે. LC ક્લોઝ પણ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk

સ્વાસ્થ્યની કાળજી/ પપૈયાના ફાયદા તો આપ સૌ જાણતા હશો, પણ પપૈયું ખાવાનું કેટલાય નુકસાન પણ જાણી લો

Pravin Makwana

VIDEO/ ફક્ત 2000 રૂપિયા માટે થઈને આ ભાઈએ ગંદા નાળાનું પાણી પી લીધું, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!