GSTV
Gujarat Government Advertisement

હવે ઘર બેઠા ઓનલાઈન ભરો રિટર્ન, વેબસાઈટ પર આ રીતે કરો રજિસ્ટ્રેશન

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે તમારે સૌ પ્રથમ તેની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરતા પહેલા પાન કાર્ડ, વેલિડ મોબાઈલ નંબર, વેલિડ કરંટ એડ્રેસ પ્રૂફ અને વેલિડ ઈમેલ એડ્રેસની જરૂરિયાત રહેશે.

Gujarat Government Advertisement

ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જાઓ

પહેલા તમારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જવાનું રહેશે. અહીંયા રજિસ્ટર યોરસેલ્ફનો ઓપ્શન દેખાશે જ્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં સિલેક્ટના ઓપ્શનથી પોતાના માટે ઈંડિવિજુઅલ કેટેગરીને પસંદ કરવાની છે. હવે એક નવુ પેજ ખુલે છે ત્યાં તમારે પાન નંબર, સરનેમ, મિડિલ નેમ, ફર્સ્ટ નેમ અને ડેટ ઓફ બર્થ જેવી જાણકારીઓ માગવામાં આવે છે. આ તમામ જાણકારી ભર્યા બાદ કરવાનું છે અને એક નવુ ફોર્મ ખુલે છે.

રજિસ્ટ્રેશન ફોર્માં શું-શું?

રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારે યૂઝર આઈડી સરનેમ, મિડિલ નેમ, ફર્સ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, રેસિડેંશિયલ સ્ટેટસ, પાસવર્ડ જેવી જાણકારીઓ માગવામાં આવે છે. આ જાણકારી ભર્યા બાદ તમારે આગળ વધવાનું છે. રજિસ્ટ્રેશન ફોર્મ ઘણી લાંબી હોય છે. અહીંયા બધી જાણકારી ધ્યાનથી ભરવાની હોય છે.

રજિસ્ટ્રેશન વેરિફિકેશન

રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની ચકાસણી કરવામાં આવે છે. તે માટે વન ટાઈમ પાસવર્ડ તમારા રજિસ્ટર્ડે નંબર પર મોકલવામાં આવે છે. વેરિફિકેશન લિંક તમારા ઈમેલ આઈડી પર સેંડ કરવામાં આવે છે. તે લિંક પર ક્લિક કરી તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ કંપ્લીટ થઈ જાય છે. હવે તમે ઈ-ફાઇલિંગ વેબસાઇટ માટે રજિસ્ટર થઈ ગયા છો.

નેટ બેન્કિંગ સેવામાં પણ હવે ઈ-ફાઈલિંગની સુવિધા

રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વેબસાઇટ પર લોગિન કરવાનો વિકલ્પ હોય છે અને ત્યાં જઈને લોગિન કરવુ પડે છે. લોગિન માટે યુઝર આઈડી તમારુ પાન કાર્ડ છે અને પાસવર્ડ તમને યાદ હોવો જોઈએ. ઈનકમ ટેક્સ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન સિવાય બેન્કની નેટ બેન્કિગ સેવામાં પણ હવે ઈ-ફાઈલિંગની સુવિધા આપવામાં આવી છે. હાલમાં લગભગ 34 બેન્કો પોતાના ગ્રાહકોને નેટ બેન્કિંગ પર ઇ-ટેક્સ સુવિધા આપી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!