સબરીમાલા મંદિર વિશે રજનીકાંતે કહ્યું, કોઇએ પણ આમા હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં

દક્ષિણ ભારતીય ફિલ્મોના મેગાસ્ટાર રજનીકાંતે નેતા બનવા તરફ થોડા દિવસો પહેલા પગલા માંડયા છે. સબરીમાલા મંદિરમાં દશથી પચાસ વર્ષ વચ્ચેની વયજૂથની કિશોરીઓ અને મહિલાઓના પ્રવેશ મામલે વિવાદ પર રજનીકાંતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે.

રજનીકાંતે કહ્યુ છે કે તમામ વયજૂથની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું તેઓ સમર્થન કરે છે. પરંતુ આસ્થા પણ મોટી બાબત છે. રજનીકાંતે કહ્યુ છે કે  જ્યારે તમે કોઈ મંદિર માટે વાત કરો છો, તો દરેક મંદિરના કેટલાક રીતિ-રીવાજ અને પરંપરાઓ હોય છે. આવી બાબતોનું લાંબા સમયથી પાલન થતું હોય છે.

રજનીકાંતે કહ્યુ છે કે તેમનો વિનમ્ર અભિપ્રાય છે કે કોઈએ પણ આમા હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન થવું જોઈએ. જો કે તેમણે સંકેત કર્ય છે કે વાત જ્યારે ધર્મ અને સંબંધિત રીતિ-રીવાજોની હોય.

ત્યારે સાવચેતી રાખવી જોઈએ. કેરળ સરકારે જ્યારથી કહ્યુ છે કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરશે. ત્યારથી સબરીમાલા મંદિરમાં દશ વર્ષથી પચાસ વર્ષની વયજૂથની કિશોરીઓ અને મહિલાઓને પ્રવેશ વિરુદ્ધ કેરળમાં આકરા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

મીટુ અભિયાન પર રજનીકાંતે કહ્યુ છે કે આ મામલો મહિલાઓ માટે હિતકારક હતો. તેમણે ચેતવણી પણ આપી છે કે આનો દુરુપયોગ થવો જોઈએ નહીં અને યોગ્ય રીતે તેનો ઉપયોગ થવો જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter