નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહમાં કોંગ્રેસ સહિત વિપક્ષની ૧૮ પાર્ટીઓએ બહિષ્કાર કર્યો છે. આ પક્ષોનું કહેવું છે કે, સંસદ ભવનનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે થવું જોઈએ.
આ અંગે બસપાનાં અધ્યક્ષ માયાવતીએ કહ્યું હતું કે, સરકારે આ ભવન બનાવ્યું છે તેથી તેનું ઉદ્ધાટન કરવાનો પણ તેને અધિકાર છે.
આ ઉદ્ધાટન સમારોહને આદિવાસી મહિલાનાં સન્માન સાથે જોડવાના વિપક્ષના તર્કના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે, ‘તો પછી રાષ્ટ્રપતિ દ્રૌપદીજી સામે ઉમેદવાર ઉતારતી વખતે તેઓએ વિચારવું જોઈતું હતું.
જો કે તેઓએ તેમ પણ કહ્યું હતું કે, પાર્ટીની બેઠકોને લીધે તેઓ રવિવારે યોજાનારા તે સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકે.
તેઓએ તેઓના ટિવટર ઉપર લખ્યું કે, કેન્દ્રમાં ભલે પહેલાંની કોંગ્રેસ નેતૃત્વ નીચેની સરકાર હોય, કે વર્તમાન ભાજપમાં નેતૃત્વની સરકાર હોય, પરંતુ જનહિતના મુદ્દાઓ ઉપર મેં હંમેશા રાજકારણ ઉપરથી ઊઠી કોઈ પણ સરકારનું સમર્થન કર્યું છે. તેથી ૨૮મી મેના દિવસે યોજાનારા નવા સંસદ ભવનનાં ઉદ્ધાટનનું હું સ્વાગત કરૃં છું. દ્રૌપદી મુર્મુ દ્વારા તે ભવનનું ઉદ્ધાટન ન કરવા અંગે તેઓએ કહ્યું, ‘સરકારે તે બનાવ્યું છે તેથી તેનું ઉદ્ધાટન કરવાનો અધિકાર પણ સરકારનો જ છે. તે સમારોહને આદિવાસી મહિલા સન્માન સાથે જોડવું તે અનુચિત છે. દ્રૌપદીજીને બિન હરીફ ચૂંટાવા ન દેતાં તેમની સામે ઉમેદવાર ઊભા રાખતી વખતે વિપક્ષોએ તે વિચારવું જોઈતું હતું.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો