GSTV
Home » News » ગુજરાતમાં સવર્ણોને સરકારી નોકરીમાં અનામતને કેબિનેટની લીલીઝંડી, આ છે નિયમો

ગુજરાતમાં સવર્ણોને સરકારી નોકરીમાં અનામતને કેબિનેટની લીલીઝંડી, આ છે નિયમો

rupani rupani on alpesh

કેન્દ્ર સરકારે નિયત કરેલા 10 ટકા સવર્ણ અનામતની જોગવાઈને લાગુ કરવા માટે રાજ્ય કેબિનેટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉમેદવારની લાયકાત અને તેમના પરિવારની વાર્ષિક રૂપિયા આઠ લાખથી ઓછી આવકનો માપદંડ જ ધ્યાને લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા અન્ય ધારાધોરણોનું પાલન કરવાનું યોગ્ય માન્યું નથી.

રાજ્યની કેબિનેટે સવર્ણોને આર્થિક અનામત મામલે મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક અનામતમાં ફક્ત આવકનો માપદંડ જ ધ્યાને લેવાયો છે. જે સવર્ણ ઉમેદવાર કોઈપણ રીતે અનામત મેળવતો ન હોય અને આ ઉમેવારની આવક, તેના માતા-પિતાની આવક કે ભાઈ-બહેનની કુલ આવક ખેતીવાડીની જમીનની આવક, ધંધા-વ્યવસાયની આવક સહિતના બધા જ સ્ત્રોત મળીને જો કુલ આવક રૂ.8 લાખથી ઓછી હોય તો જ શૈક્ષણિક સંસ્થોમાં 10% આર્થિક અનામત મળશે.

    null
  • ૮.૦૦ લાખથી ઓછી આવકના સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને ૧૦ ટકા આર્થિક અનામત
  • રાજ્ય સરકારની ભરતી અને સરકાર માન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧૦ ટકા બેઠકો આર્થિક અનામત
  • ગુજરાતમાં વર્ષ ૧૯૭૮ પહેલાથી રહેતાં હોય તેવા સવર્ણ સમાજના તમામને લાભ
  • રાજ્ય સરકારની નીતિ પ્રમાણે દરેક ભરતીમાં ૩૩% બેઠકો મહિલાઓ માટે અનામત
  • સવર્ણ સમાજની અનામત બેઠકોમાં પણ ૩૩ % બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે
  • રાજ્ય સરકારની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આવકનો આ એક જ નિયમ ગ્રાહ્ય રહેશે
  • ભારત સરકારની નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેના ધોરણો કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબના રહેશે
  • સરકારી ભરતી પ્રક્રિયામાં હવેથી ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઈ મુજબ નિમણૂક પ્રક્રિયા હાથ ધરાશે

ગુજરાત સરકારની માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાંએસટી-એસસી, ઓબીસી અત્યારે અનામત છે તે તમામમાં હવે આર્થિક અનામતના ધોરણે આર્થિક પછાતના વિદ્યાર્થીઓ માટે વધારાની 10% બેઠકની જોગવાઈ કરવામાં આવી છે. આ સીટો નવી ઉભી થશે. આ બેઠકોનો લાભ ફરજીયાત રૂપે સંસ્થા કરે અને આ માટે વધારાનો ખર્ચ થશે તો તે ભારત સરકાર કે રાજ્ય સરકાર જ્યાં લાગુ પડે છે ત્યાં કરશે. આ માટે જે વધારાનું બજેટ ફાળવવાનું થશે તે ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવશે

વર્ષ 1978થી ગુજરાતમાં રહેતા તમામ આર્થિક સવર્ણોને આ લાભ મળશે. આ સાથે 33% મહિલા અનામતમાં પણ આ જોગવાઈઓ આર્થિક પછાત સવર્ણ મહિલાઓને પણ લાગુ પડશે. કેન્દ્ર અને ગુજરાત સરકારના આર્થિક અનામતના ધારાધોરણો અલગ રહેશે. આર્થિક પછાતના આ પ્રમાણપત્રો મામલતદારથી ઉપલી કક્ષાના અધિકારીઓ જ આપી શકશે.

Related posts

ભાજપના કાર્યકારિણી અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે

Arohi

યોગી સરકાર ઝુકી, સોનભદ્રના પીડિત પરિવારને મળ્યા પ્રિયંકા ગાંધી

Mayur

વગર વરસાદે ખેડૂતો માટે નર્મદા ડેમથી આવ્યા આ સારા સમાચાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!