GSTV
Home » News » 3 હજાર રિટ્વીટનાં પગલે 24 વર્ષ પછી યુવતિએ આ ખાસ વ્યક્તિને શોધી

3 હજાર રિટ્વીટનાં પગલે 24 વર્ષ પછી યુવતિએ આ ખાસ વ્યક્તિને શોધી

એક છોકરીએ 24 વર્ષ પછી ખાસ ભેટ આપવા વાળી એ વ્યક્તિને શોધી કાઢી હતી. ઇરાકના બગદાદમાં જન્મેલી કુર્દિશ યુવતી મેવન બબ્બાકરે તેની વાર્તા ટ્વિટર પર શેર કરી છે. તેણે કહ્યું છે કે આશરે 3 હજાર રીટ્વીટ, 3ન્યુઝ આર્ટિકલ્સ, એક વિડિયો અને હજારો સંદેશાઓને કારણે તેને તે વ્યક્તિને શોધવામાં સફળતા મળી છે.

1990 ના દાયકામાં, મેવેને પોતાનું જીવન નેધરલેન્ડ્સમાં શરણાર્થી તરીકે વિતાવ્યું. અહીં જ તે શરણાર્થી કેમ્પમાં કામ કરતા એક વ્યક્તિને મળી હતી. જેમણે તેને સાયકલ ખરીદવામાં મદદ કરી હતી. મેવાને તે વ્યક્તિનો એક જૂનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે અને લોકોને તેને શોધવામાં મદદ કરવા અપીલ કરી છે. તેણે જણાવ્યું કે તે આશરે 5 વર્ષથી રેફ્યુજીમાં હતી. તે સમયે તે માત્ર 5 વર્ષની હતી.

યુવતી પાસે તે વ્યક્તિનો ફોટો હતો જેણે તેને સાયકલ ગિફ્ટ કરી હતી પરંતુ નામ ખબર નથી. મેવાનના જણાવ્યા મુજબ, તે ફક્ત તે વ્યક્તિને મળવા માંગે છે અને તેનો આભાર માને છે.

જ્યારે આખરે બંને મળ્યા, ત્યારે માણસે કહ્યું કે મને ગર્વ છે કે મેવાન એક મજબૂત અને બહાદુર છોકરી બની છે. તેનું નામ એગબર્ટ છે. મેવન કહે છે કે એગબર્ટ અને તેના પરિવારે તેમને વધુ સારી વ્યક્તિ બનવામાં મદદ કરી.

READ ALSO

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાવી દીધેલી

Mayur

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!