GSTV

ખુશખબરી / વર્ષ 2022 સુધી સરકાર આપશે મફતમા રાશન, જાણો કેવી રીતે લઇ શકશો આ યોજનાનો લાભ…?

Last Updated on November 20, 2021 by Zainul Ansari

કોરોના મહામારીએ ઘણા લોકોની જીવનશૈલી બદલી નાખી છે. કોઈની રોજગારી તો કોઈની ડિપોઝિટ મૂડી છીનવાઈ. રોગચાળાએ સારા લોકોની કમાણી પર ખુબ જ પ્રતિકૂળ અસર કરી છે. આવા કપરા સમયે સરકારે બે વખતની રોટલીનો ટેકો આપવા માટે મફત રાશનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગરીબો અને જરૂરિયાતમંદોને મફત અનાજ આપવામાં આવ્યુ. “ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ રાશનકાર્ડ ધારકોને દિવાળી સુધી મફત રાશન આપવામાં આવ્યું હતું.

આ સમયગાળા દરમિયાન રાશનધારક પરિવારના દરેક સભ્યને 5 કિલો ચોખા અને ઘઉં આપવામાં આવ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે 35 કિલો મફત રાશન આપવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત યુપી સરકાર નવેમ્બરથી માર્ચ સુધી મફત રાશન આપશે. તમને જણાવી દઈએ કે સીએમ યોગીએ ચાર મહિના સુધી યુપીમાં દર મહિને ગરીબો અને જરૂરિયાતમંદોને રાશન આપવાની વાત કરી છે. કઠોળ , ચોખા , ઘઉં , મીઠું , તેલ અને ખાંડ સહીત 35 કિલો અનાજમાં આપવામાં આવશે. આનાથી 15 કરોડ લોકોને ફાયદો થઈ શકે છે.

2020માં શરુ કરી હતી મફત રાશનની સુવિધા :

દેશમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ મફત રાશન આપવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા વર્ષ 2020માં એપ્રિલથી નવેમ્બર 2020 સુધી લોકોને મફત રાશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મે ૨૦૨૧ થી નવેમ્બર સુધી રાશન આપવામા આવ્યું હતું. બીજી તરફ ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ વર્ષ 2022 માર્ચ સુધી મફત રાશનની પ્રક્રિયા ચાલુ રહેશે. જોકે આ યોજના અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં જાહેર કરવામાં આવી છે.

કેવી રીતે નોંધણી કરવી?

ઉત્તર પ્રદેશમાં મફત રાશનનો લાભ લેવા માટે તમારે કોઈ નોંધણી અથવા ઓનલાઇન ભરવાની રહેશે નહીં. જેમની પાસે એએવાય રેશનકાર્ડ છે તે નજીકની રાશનકાર્ડની દુકાનમાં આધાર કાર્ડ લઈ જઈને મફતમાં રાશન મેળવી શકે છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!