વાહ રે મોદી સરકાર! જમ્મુ-કાશ્મીર સિવાય દેશનાં અન્ય પ્રદેશોમાં આતંકી ઘટનાઓમાં ઘટાડો થયો

કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી આતંકી હુમલા ઓછા થયા છે.ગૃહ મંત્રાલયનાં આંકડા મુજબ 2014માં 3 આતંકી હુમલા થયા. જો કે ત્યારબાદ 2018માં માત્ર એક જ આતંકી હુમલો થયો છે. 2015-16માં માત્ર એક-એક હુમલા કરાયા. જો કે 2017માં એક પણ આતંકી હુમલો નથી થયો. આતંકી હુમલામાં કુલ 11 નાગરીકોનાં મોત થયા હતાં. જેમાંથી 11 સુરક્ષા જવાનો શહિદ થયા હતાં. જ્યારે સૈન્યએ 7 આતંકિઓને ઠાર કર્યા હતાં.

નકસલ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો પાછલા 5 વર્ષમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો આવ્યો છે. પાછલા પાંચ વર્ષોમાં કુલ 4,969 નકસલી હુમલા થયા છે. 2014માં 1091 નક્સલી હુમલા અને 2018માં 833 નકસલી હુમલા થયા છે. 2015માં 1089, 2016માં 1048 અને 2017માં 908 નકસલી ઘટના સામે આવી છે.

નકસલી હુમલા દરમિયાન પાછલા પાંચ વર્ષોમાં નાગરીકોનાં મોતનો આંક્ડો ઘટ્યો છે. ત્યારબાદ નકસલીઓ વિરૂદ્ધ ચલાવાયેલા ઓપરેશન દરમિયાન દર વર્ષે વધારેમાં વધારે નકસલીઓ ઠાર કરાયા. 2014માં 63 નક્સલી માર્યા ગયા હતાં. જો કે 2018માં 225 નકસલીઓ ઠાર મરાયા.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ હિંસક ઘટનાઓ ઓછી થઈ છે. 2014માં 824 હિંસક ઘટનાઓ બની હતી. 2018માં 252 હિંસક ઘટના બની. છેલ્લા પાંચ વર્ષોમાં 109 સુરક્ષા જવાનો શહિદ થયા છે. સૈન્યએ 508 ઉગ્રવાદિઓને મારી નાંખ્યા.

જમ્મુ-કાશ્મીરમાં 5 વર્ષમાં 1708 આતંકી ઘટના બની

ગૃહ મંત્રાલયનાં આંકડા પ્રમાણે,જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં સતત વધારો થયો છે. 2014માં 222 આતંકી હુમલા થયા, તો 2018માં 614 આતંકિ હુમલા થયા. 2015માં 208, 2016માં 322, 2017માં 342 આતંકિ ઘટના બની. પાછલા પાંચ વર્ષોમાં કુલ 838 આતંકીને ઠાર મરાયા. જ્યારે 339 સુરક્ષાજવાનો શહિદ થયાં. કુલ 138 નાગરિકોનાં મોત થયા હતાં. કેન્દ્રિય ગૃહરાજ્ય પ્રધાન હંસરાજ આહિરે જણાંવ્યું કે દેશમાં થતી આતંકી ઘટનાઓને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગહન સમન્વય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter