GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

અમેરિકા

Last Updated on May 27, 2020 by Ankita Trada

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ ગઈકાલે 26મીથી રીચેકિંગ અને ઉત્તરવહી અવલોકનની અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ઉત્તરવહી અવલોકનમાં વિષય દીઠ જે 300 રૂપિયા ફી હતી. તેમાં બોર્ડે 50% એટલે કે 150 રૂપિયા ફી ઘટાડી છે.

બોર્ડને ફી ઘટાડવા માટે રજૂઆતો મળી

આ વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ નબળું આવ્યું છે અને બેથી ત્રણ વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ થોડા માર્કસને લઈને જ નાપાસ થયા હોય ઉત્તરવહી અવલોકન એટલે કે, રીએસેસમેન્ટ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અરજી કરે તેમ છે, પરંતુ કોરોનાને લીધે લોકડાઉનમાં હાલની પરિસ્થિતિમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય અનેક વિદ્યાર્થીઓ અવલોકન માટે અરજી કરી શકે તેમ ન હોવાથી બોર્ડને ફી ઘટાડવા માટે રજૂઆતો મળી હતી.

ફી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો

જેને ધ્યાનમાં રાખતા શિક્ષણ મંત્રીની મંજૂરીથી બોર્ડે આજે ફી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હવે આજથી વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટેની ઓનલાઈન અરજીમાં રૂપિયા 300ને બદલે માત્ર 150 રૂપિયા જ ચૂકવવાના રહેશે. બોર્ડે ઉત્તરવહી અવલોકન માટેની ફીમાં 50 ટકા એટલે કે દોઢસો રૂપિયા જેટલી રકમ ઘટાડી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!