GSTV

કોરોના વાયરસ/ 75 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ, પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકાએ આવી ગયો

કોરોના

Last Updated on June 16, 2021 by Damini Patel

ભારતમાં છેલ્લા 75 દિવસમાં કોરોના વાઇરસના સૌથી ઓછા 60,471 નવા કેસો સામે આવ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 2,95,70,881ને પાર જતો રહ્યો છે.

દૈનિક કેસોનું પ્રમાણ ઘટતા દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકાએ આવી ગયો છે. બીજી તરફ કોરોનાને કારણે 24 કલાકમાં 2726 લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે કુલ મોતનો આંકડો 3.77 લાખે પહોંચી ગયો છે.

કોરોના

એક્ટિવ કેસો હવે 10 લાખની નીચે જતા રહ્યા છે. હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 9.13 લાખે પહોંચી ગઇ છે જે કુલ કેસોના 3.09 ટકા છે. જ્યારે નેશનલ રીકવરી રેટ વધીને 95.64 ટકાએ પહોંચી ગયો છે.

સોમવારે કોરોનાના 17.51 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કુલ ટેસ્ટની સંખ્યા 38.13 કરોડને પાર પહોંચી ગઇ છે. 7મી મેના રોજ કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા હતા, તે પછી કેસોનું પ્રમાણ ઘટવા લાગ્યું. સરકારના જણાવ્યા અનુસાર સાતમી મે પછી કોરોનાના દૈનિક કેસોમાં 85 ટકાનો ઘટાડો થયો છે.

ચીન

પ્રાપ્ત આંકડા અનુસાર 20 કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા 5000થી પણ નીચે છે. કોરોનાની બીજી લહેરમાં યુવાઓને વાઇરસે વધુ લપેટમાં લીધા છે.

બીજી લહેરમાં જે પણ કોરોનાના નવા કેસો સામે આવ્યા તેમાં 11.62 ટકા લોકો 20 વર્ષથી નીચેની વયના છે. જ્યારે પહેલી લહેરમાં આ ટકાવારી 11.31 ટકા હતી. હાલ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે કોરોના રસીના 1.05 કરોડ ડોઝ ઉપલબૃધ છે. જ્યારે અન્ય ડોઝ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યોને કુલ 26.69 કરોડ ડોઝ પુરા પાડવામાં આવ્યા છે.

રસી રૂ. 150માં આપવી લાંબાગાળે પોસાય તેમ નથી : ભારત બાયોટેક

કોવેક્સિન નામની કોરોનાની રસીનું ઉત્પાદન કરનારી કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે કેન્દ્ર સરકાર અમારી પાસેથી રસીનો એક ડોઝ 150 રૂપિયામાં ખરીદી રહી છે જે બહુ જ ઓછી રકમ છે. રસી બનાવવા પાછળ જે ખર્ચો થાય છે તે જોતા આટલી કિમતમાં રસીની ખરીદી થતી રહેશે તો લાંબો સમય સુધી ટકાવ નહીં રહે. કંપનીનું કહેવું છે કે ખર્ચના ભાગરૂપે ખાનગી માર્કેટમાં રસીના ભાવ ઉંચા મળવા જરૂરી છે. હાલ ભારત બાયોટેક કોવેક્સિન નામની રસીનો એક ડોઝ કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં, રાજ્યોને 400 રૂપિયામાં અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં વેચે છે.

Read Also

Related posts

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

સોખડાધામ / શાસ્ત્રોક્ત વિધી મુજબ આજે હરિપ્રસાદ સ્વામીના થશે અંતિમ સંસ્કાર, વરિષ્ઠ સંતો રહેશે હાજર

Dhruv Brahmbhatt

સરકાર સંસદમાં-વિપક્ષ બારણે: સંસદના ચોમાસું સત્રમાં ફક્ત 18 કલાક કામ થયું, પ્રજાના 133 કરોડ રૂપિયાનો ધૂમાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!