GSTV
Home » News » જિમ જવાની જરૂર નથી આ એક આદત પાડી લો, ધડાધડ ઘટવા લાગશે વજન

જિમ જવાની જરૂર નથી આ એક આદત પાડી લો, ધડાધડ ઘટવા લાગશે વજન

આપણા  શારીરિક  વજનને  અંકુશમાં  રાખવા   આપણે કંઈકેટલાય  ઉપાયો  અજમાવીએ છીએ.  ચોક્કસ  પ્રકારનો  આહાર,  કસરત, ઉપવાસ  જેવા ઘણાં  પ્રયોગો  કર્યાં પછી  પણ થોડા સમયમાં  વજન ન ઘટે તો આપણે  જે તે પ્રયોગ  પડતો  મૂકી દઈએ  છીએ.  પરંતુ જો  તમને કોઈ એમ કહે કે તમે ચોવીસ  કલાકમાંથી  આઠથી  દસ કે દસથી બાર  કલાકના  સમયગાળામાં  જે  અને જેટલું ખાવું હોય તે ખાઓ.  અને બાકીનો  સમય કાંઈ ન ખાઓ.  

આ પ્રયોગથી  તમારું  વજન ચોક્કસપણે ક ઘટાડી શકાશે તો તમે માનો  ખરાં?  પરંતુ તાજેતરમાં  કેલિફોર્નિયા  સ્થિત  સાન ડીએગોમાં  આવેલી ‘સોક   ઈન્સ્ટિટયૂટ  ફોર  બાયોલોજિકલ  સ્ટડીઝ’   માં  ઉંદરો  પર કરવામાં આવેલા  અભ્યાસમાં  જણાઈ આવ્યું હતું કે આઠથી દસ  કલાકના ચોક્કસ ગાળામાં  તમે નિયમિત રીતે જે અને જેટલું  ખાતા હો તેમાં કોઈપણ  જાતનો બદલાવ કર્યા વિના ખાઓ  તો પણ તમારું  વજન ઘટે.

આ  પ્રયોગના  સંશોધક  ડો. સચ્ચિદાનંદ  પાંડાએ  ઉંદરો પર કરેલા  અભ્યાસ   દ્વારા  આપણી રોજિંદી (૨૪ કલાકની  આંતરિક ઘડિયાળ) સુવા, ઉઠવા, પાચનક્રિયા   માટે એન્ઝાઈમ્સ અને હોર્મોન્સનો સ્ત્રાવ  કરવા  જેવી ક્રિયાઓનું  નિયમન  કરતા જનિન તત્ત્વો,  મોલેક્યુલ્સ અને કોષો શોધી  કાઢ્યા હતા.  

જો કે  તેમણે નોંધ્યું  હતું  કે ખાવાપીવા  માટેનો આઠ તેમ જ  દસ કલાકનો ગાળો બાર  કલાકના ગાળા  કરતાં વધુ ફાયદાકારક  રહ્યો હતો.  ખાસ કરીને  દસ કલાકનો.  સંશોધકે  જણાવ્યું હતું કે જ્યારે  આપણી  આ આંતરિક  ઘડિયાળમાં  ખલેલ પહોેંચે ત્યારે  પોષણ અને કાયાકલ્પ વચ્ચેનું  સંતુલન  ખોરવાય  છે  અને  વય વધવા સહિતની  ચયાપચય  તેમ જ ડિજનરેટિવ  વ્યાધિઓ  ઝડપથી  પ્રસરે  છે.  તેથી  આઠથી દસ કલાકના સમયગાળામાં  ખાવુંપીવું  શ્રેષ્ઠ ગણાય. 

સંશોધક  તેમ જ તેમની ટુકડીએ  ઉંદરો  પર ખાવાપીવા  માટેના ચોેક્કસ  સમયગાળાનો પ્રયોગ  કર્યા પછી આ પ્રયોગ  આઠ સ્થૂળકાય  લોકો પર પણ  કર્યો  હતો.  આ  આઠે જણ  દરરોજ  દિવસના ચૌદ કલાકના ગાળામાં  ખાતાપીતા હતા. પરંતુ તેમણે સોળ અઠવાડિયા સુધી અગાઉ  જે અને જેટલું  ખાતા હતા એટલું દસથી  બાર કલાકના ગાળામાં  ખાધુ ત્યારે તેમનું વજન ઘટયું, તેઓ વધુ સારી નિંદ્રા  લઈ શક્યા અને તેમનામાં  નવી ઊર્જાનો  સંચાર થયો.  

સંશોધકોએ  જણાવ્યું હતું કે જ્યારે તમે આ પ્રકારના ખાસ કરીને રાત્રે આઠથી દસ વાગ્યા સુધીમાં તમારો આઠથી દસ  કલાકનો ખાવાપીવાનો  સમયગાળો પૂરો થઈ જતો હોય એવા નિયમને  અનુસરો  ત્યારે  તમારા  શરીરને  તેના ક્ષતિ  પામેલા  કોષોનું સમારકામ કરવા તેમ જ  નવા  કોેષો  બનાવવા  પૂરતો સમય મળી રહે  છે. 

જો કે તેઓ   ઉમેરે  છે કે આનો અર્થ  એવોે નથી થતો કે તમે  ગમે તે આચરકૂચર  પેટમાં ઠાલવતા રહો.  વાસ્તવમાં  તમારે તમારા  આહારમાં  ફળો, શાકભાજી, કડધાન્ય, પ્રોટીન તેમ જ અન્ય  સ્વાસ્થ્યપ્રદ  પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ.  આ પ્રકારનો સંતુલિત  ખોરાક ચોક્કસ  સમયગાળામાં  લેવામાં  આવે ત્યારે તેનો લાભ અનેકગણો વધી જાય છે.

આ પ્રયોગ  અજમાવનાર  ૫૦ વર્ષીય  સૌરભ મલ્હોત્રા  કહે  છે કે મેં  મારો  ખાવાપીવાનો  સમયગાળો  આઠ કલાકનો  રાખ્યો  હતો.  અને  બાકીના  સોળ કલાક  ઉપવાસના રાખ્યા હતાં.  મેં  મારો  સવારનો નાસ્તો લેવાનું  બંધ કરી દીધું અને સીધો બપોરે  બે વાગે  જમતો. ત્યાર પછી વચ્ચે હળવો નાસ્તો કે ફળ ખાતો.  અને રાત્રે  દસ વાગે ફરીથી  ભોજન  લેતો.  આ આઠ કલાકના  સમયગાળા  સિવાય હું માત્ર લીંબુ નાખેલું  હુંફાળું પાણી અને ખાંડ  વગરની કોફી પીતો.  તેને કારણે  માત્ર  ત્રણ મહિનામાં મારું  વજન  પાંચ કિલોથી પણ વધુ    ઘટયું.

સંશોધકો કહે છે કે તમે પણ જો  આ પ્રયોગ કરવા  માગતા  હો તો તમારા ખાવાપીવાનો  સમયગાળો  તમારા કામ કરવાના સમયને અનુરૂપ  નક્કી કરો.  જો કે રાત્રે  સુવાના  સમય દરમિયાન  કાંઈપણ  ખાવાપીવાનો  પ્રશ્ન જ નથી આવતો.  તેથી તમે તમારો  સવારનો નાસ્તો  લેવાનું બંધ કરી દો અથવા  બ્રેકફાસ્ટ  મોડો લો. 

તેવી જ રીતે વારંવાર  આચરકૂચર  ખાવાનું  ટાળો.  જો  તમે તમારો  ખાવાપીવાનો  સમયગાળો  દસ કલાકનો  રાખવા માગતા  હો તો સવારનો  નાસ્તો   અથવા રાત્રિભોજન  બંનેમાંથી  એક બંધ  કરો.  એક વખત  તમને આ સમયપત્રક  ફાવી જાઓ  તો વધુ સારા પરિણામ  માટે તમારો ખાવાપીવાનો  સમયગાળો  આઠ કલાકનો કરી નાખો.

આમ  કરવાથી તમારી વારંવાર  ખાવાની ઈચ્છા  આપોઆપ  અંકુશમાં  આવી જશે.  તમને  વધુ સ્ફૂર્તિ  જણાશે.   તમારા શરીરમાંથી  ચરબી ઘટશે.  બ્લડ શુગર નિયંત્રિત  થશે.  પેટમાં  બળતરા  ઘટશે.   આંતરડામાં  સારા  બેક્ટેરિયા  વધશે. લીવરના રોગો સામે રક્ષણ  મળશે.

અત્રે  ઉલ્લેખનીય  છે કે  અભિનેતા  અક્ષય કુમાર  હમેશાં કહે છે કે સાંજે  છ વાગ્યા પછી  કાંઈ ખાવું નહીં. આમ કરવાથી આપણા  આંતરડાને આરામ મળે  છે. શરીરને  નવા કોષો બનાવવાનો  અને ક્ષતિ  પામેલા  કોષોનું  સમારકામ  કરવાનો  સમય મળી રહી  છે. જૈન ધર્મમાં પણ  ચૌવિહાર, એકાસણા  કે બ્યાસણા કરવાની  પરંપરા  ચાલી આવે  છે. પરંતુ હવે આ વાત સંશોધન  દ્વારા સિદ્ધ થઈ  છે.

Read Also

Related posts

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi

જાફરાબાદનો દરિયો ફરી એક વખત ગાંડોતુર, 10 ફૂટ મોજા ઉછળ્યા

Kaushik Bavishi

સિંહને મારી KISS કરવા લાગ્યુ કપલ, પછી શું થયુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!