GSTV
Home » News » 10 હજારથી પણ ઓછી કિંમતે તમારો થઇ જશે Redmi નો આ ધાકડ સ્માર્ટફોન, 32MP કેમેરા જેવા દમદાર છે ફિચર્સ

10 હજારથી પણ ઓછી કિંમતે તમારો થઇ જશે Redmi નો આ ધાકડ સ્માર્ટફોન, 32MP કેમેરા જેવા દમદાર છે ફિચર્સ

6 જૂનની રાતે 12 વાગ્યાથી Redmi Y3ની ઓપન સેલ ભારતમાં શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી આ ફોન ફ્લેશ સેલ દ્વારા જ ઉપલબ્ધ હતો. જેના કારણે તેને ખરીદવા માટે ગ્રાહકોએ સેલની રાહ જોવી પડતી હતી. આ દમદાર સ્માર્ટફોનને તમે એમેઝોન, Mi હોમ અને શાઓમીની ઑફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

Redmi Y3ના ફિચર્સ

રેડમી વાય 3 ની સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જેમા 4000 એમએએચ બેટરી છે. ફોનની ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ચાલો આ ફોન વિશે વિગતવાર જાણીએ.

ફોનમાં 6.26 ઇંચ એચડી પ્લસ ડોટ-લૂક ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ 5 રક્ષણ છે. આ ફોન બોલ્ડ રેડ, પ્રાઇમ બ્લેક અને એલિગેન્ટ બ્લુ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. ફોનમાં એક જ સમયે 2 સિમ કાર્ડ્સ સાથે મેમરી કાર્ડનો ઉપયોગ કરી શકશે. તમને આમા ત્રણ સ્લોટ મળશે. ક્યુઅલકોમનો ઓક્ટાર્ક 632 પ્રોસેસર ફોનમાં મળશે.

ફોનના કેમેરા વિશે વાત કરીએ તો તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. જે ઓટો એચડીઆર, એઆઈ પોર્ટ્રેટ અને સંપૂર્ણ એચડી વીડિયો રેકોર્ડિંગ સુવિધા ધરાવે છે. તે જ સમયે રેડમી વાય 3 માં ડ્યુઅલ-રિયર કેમેરા છે. જેમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. કંપનીએ દાવો કર્યો છે કે બે દિવસ બેટરી બેક રહેશે અને, જ્યારે સ્ટેન્ડબાય 18 દિવસ છે.

Redmi Y3ની કિંમત

આ ફોનના 3 જીબી રેમ અને 32 જીબી વેરિએન્ટની કિંમત 9, 999 રૂપિયા અને 4 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 11,999 છે. 

ઑફર

આ ફોન ખરીદવા પર તમને બે ઑફર્સ મળશે. પહેલી ઑફરમાં એરટેલ તરફથી તમને 1120GB 4G ડેટા બેનિફિટ મળશે. જ્યારે બીજી ઑફરમાં આઇસીઆઇસીઆઇ બેન્કના કાર્ડથી ફોન ખરીદવા પર યુઝર્સને 500 રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઑફર 9 જૂન સુધી માન્ય છે.

Read Also

Related posts

ગ્રાહકોને છેતરવામાં આવતાં એકાઉન્ટ્સ થશે બંદ, ગૂગલે મેળવી માહિતી

Dharika Jansari

આ ખુરશી પર બેસનાર વ્યક્તિએ ગુમાવવો પડે છે જીવ, રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

Arohi

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!