GSTV
Home » News » Redmi Note 7 Proમાં શું હશે ખાસ? Note 7 કરતાં આ રીતે હશે અલગ

Redmi Note 7 Proમાં શું હશે ખાસ? Note 7 કરતાં આ રીતે હશે અલગ

xiaomi note 7pro review

તે કન્ફર્મ થઇ ચુક્યુ છે કે Redmi Note 7 આગામી સપ્તાહે ભારતમાં લોન્ચ થવાનો છે. પરંતુ તેમ છતાં લોકોમાં Redmi Note 7 Proના લોન્ચ થવાની આતુરતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. તેવામાં હવે Redmi Note 7 Proના ફેન્સ માટે એક સારી ખબર છે.

 રિપોર્ટ મુજબ Redmi Note 7 Pro સ્માર્ટફોનના લોન્ચ થવાની તારીખની જાહેરાત જલ્દી થવાની સંભાવના છે. જ્યારે સૂત્રો મુજબ કંપનીના CEOએ કન્ફર્મ કર્યું છે કે 18 મેગાપિક્સલવાળો આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ચીનમાં લોન્ચ કરવામાં આવશે.

 રિપોર્ટ મુજબ તેની કિંમત લગભગ 21,500 રૂપિયા હશે. જ્યારે કેટલીક અન્ય રિપોર્ટ પ્રમાણે પ્રો વેરિયન્ટની કિંમત રૂ.17,000થી શરૂ થઈને રૂ.22,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી શકે છે.

Redmi Note 7 Proના ફિચર્સ

Redmi Note 7 Proમાં પણ રેડમી નોટ 7ની જેમ 48 મેગાપિક્સલનો પાવરફુલ કેમેરો હશે. આ સ્માર્ટફોનમાં સોની IMX586 સેંસર પણ આપવામાં આવશે. સોનીનું કહેવુ છે કે આ સેંસર લો-લાઇટ ફોટોઝ ક્લિક કરવા માટે ઓપ્ટિમાઇજ કરવા આવ્યું છે.

રેડમી નોટ 7માં સેમસંગ GMI સેંસર આપવામાં આવ્યું છે. ફોનમાં યુઝર્સને ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ પ્રોસેસર 11nm પ્રોસેસર પર બેસ્ડ છે અને આમાં ગ્રાફિક્સ માટે Adreno 612 આપવમાં આવશે. રેડમી નોટ 7માં જૂના સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવશે.

કંપની નોટ 7 પ્રોમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસરની સુવિધા આપી શકે છે. GSM Arenaની રિપોર્ટ મુજબ રેડમી નોટ 7ના ટીઝરમાં ફિંગર પ્રિંટ સેંસર ડિસ્પ્લેની અંદર હોવાના સંકેત મળ્યા હતા. નવા રેડમી નોટ 7 પ્રોમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે એવી પણ વકી છે. જ્યારે રેડમી નોટ 7 હાલ ક્લિક ચાર્જિંગ 4.0 સપોર્ટ કરે છે.

રેડમી નોટ 7 પ્રોના સૌથી સારા વેરિયન્ટમાં 8GB રેમ અને 128GB સુધીનો ઈન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. સ્માર્ટફોનનો એક વેરિયન્ટ 6GB રેમની સાથે લોન્ચ થઈ સકે છે. જ્યારે રેડમી નોટ 7નો બેઝ વેરિયન્ટ 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્પેસની સાથે આવે છે.

Redmi Note 7 Proમાં શું છે ખાસ

Redmi Note 7 Proમાં શું ખાસ હશે તે તેની લીક તસવીરો પરથી જાણી શકાય છે. ગત અઠવાડિયે Redmi Note 7 Proના ચીની ઓથોરિટી 3Cથી સર્ટિફિકેશન મળ્યું છે. આ સ્માર્ટફોન 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. તેની પહેલાં કંપનીએ જણાવ્યું કે કે Redmi Note 7 Pro માં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવશે.

Read Also

Related posts

મામાના ખુનનો બદલો લેવા ભાણેજે રચ્યુ આ કાવતરૂ, પોલીસે કર્યો ખુલાસો

Kaushik Bavishi

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જોવા મળી મોબ લિન્ચિંગની ઘટના, કામ પરથી ઘરે પાછા ફરી રહેલાં યુવક પર હુમલો

Mansi Patel

ગાંધીનગર LCBને મળી સફળતા, લૂંટ મર્ડર અને ધાડના કુખ્યાત 3 આરોપીની કરી ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!