GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

48MP કેમેરા વાળો Redmi Note 7 Pro લેવાની ઇચ્છા હોય તો આ ખબર છે તમારા માટે, જાણો શું છે ખાસ

xiaomi note 7pro review


જો તમે Xiaomiએ તાજેતરમાં જ લૉન્ચ કરેલા ધાંસૂ સ્માર્ટફોન Redmi Note 7 Pro ખરીદવા માંગતા હોય તો આજે ભારતમાં આ સ્માર્ટફોનની પહેલી સેલ છે. આ સ્માર્ટફોનને આજે ફ્લિપકાર્ટ, એમઆઇની વેબસાઇટ અને એમઆઇ હોમ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. સેલની શરૂઆત બપોરે 12 વાગ્યાથી થશે. જણાવી દઇએ કે આ સ્માર્ટફોનને ભારતમાં ગત મહિનાના અંતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર પણ છે.

Redmi Note 7 Proને પણ બે વેરિએન્ટ 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ (13,999 રૂપિયા) તથા 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ (16,999 રૂપિયા)માં લૉન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 7 Proનું વેચાણ 13 માર્ચે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન

Redmi Note 7 Pro

Redmi Note 7 Pro દેખાવમાં લગભગ Redmi Note 7 જેવો જ છે. તેમાં પણ ગ્રેડિયંટ ફિનિશિંગ, ફંકી કલર્સ અને વોટરડ્રોપ નૉચ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં પણ બે કેમેરા અને ફ્રન્ટમાં એક કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને પોટ્રેટ શૉટ્સ ક્લિક કરવા માટે 5MP આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફેસ અનલૉક ફિચર પણ છે.

અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. Redmi Note 7ની જેમ જ Redmi Note 7 Proમાં પણ 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!