GSTV
Auto & Tech

Redmi Note 5નો ઓપન સેલ, ખરીદી શકાશે માત્ર 999 રૂપિયામાં

રેડ્મીના સ્માર્ટફોન Redmi Note 5નો ઓપન સેલ ચાલી રહ્યો છે. આ ઓપન સેલ www.flipkart.com  પર ચાલી રહ્યો છે. આ સેલમાં Redmi Note 5 ખરીદવા ઉપર 9000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. એટલે કે તમે તમારો જુનો ફોન આપીને નવો Redmi Note 5 સ્માર્ટફોન ખરીદી શકો છો. ખરીદારને જુના ફોનના બદલામાં 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે તો તેને Redmi Note 5નો 3gb રેમ વાળો ફોન માત્ર 999 રૂપિયામાં પડશે.

Redmi Note 5ના 4gb રેમ વાળા ફોન પર 11000 રૂપિયાનું એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહ્યું છે. મતલબકે જુના ફોનના બદલામાં 11000 રૂપિયાનું એક્સચેન્જ ઓફર મળે તો આ ફોન પણ ફક્ત 999 રૂપિયામાં પડશે. જુના ફોનને કેટલા રૂપિયામાં પાછો લેવામાં આવશે તેની જાણકારી flipkart પર આપવામાં આવી છે. કિંમતની વાત કરવામાં આવે તો Redmi Note 5ના 3gb રેમ વાળા ફોનની કિંમત 9,999 રૂપિયા છે અને 4gb રેમ વાળા ફોનની કિંમત 11,999 રૂપિયા છે.

Xiaomi ના Redmi Note 5 Proનો આજે સેલ છે. આ સ્માર્ટફોનનો સેલ ફક્ત www.Flipkart.com પર આપવામાં આવશે. આ સેલ બપોરે 12 વાગે શરુ થશે. આ ફોન ખરીદનારને રિલાયન્સ જીયો તરફથી 2,200 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. આ કેશબેક રિચાર્જ વાઉચરમાં આપવામાં આવશે. આ સિવાય flipkartમાંથી એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા મોબાઈલ ખરીદી પર ૫ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.

 

CRICKET.GSTV.IN

Related posts

Grand Vitara Launched/ સંયમનો આવ્યો અંત, લોન્ચ થઈ મારુતિના ગ્રાન્ડ વિટારા, જાણો- કેટલી છે કિંમત

Hemal Vegda

તમામ વેક્સિનેશનથી લઈને હોસ્પિટલની સ્લિપ સુધી, આવું હશે આરોગ્ય સેતુ અને CoWINમાં અપડેટ

Hemal Vegda

Samsungએ લોન્ચ કરી 12 હજાર વાળી 32 ઇંચની Smart TV, સેલમાં સસ્તામાં ખરીદવાની તક

Damini Patel
GSTV