GSTV
Auto & Tech Trending

Xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન થયો વધુ સસ્તો, કિંમત તમારા ખિસ્સાને પરવડે એવી

Xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન હાલ Redmi Go છે. કંપનીએ તેને વધુ સસ્તો કરવાની ઘોષણા કરી છે. આ સ્માર્ટફોનની અસલ કિંમત 4,499 રૂપિયા છે પરંતુ હવે આ સ્માર્ટફોનની કિંમત હંમેશા માટે ઘટાડી દેવામાં આવી છે. હવે આ સ્માર્ટફોન 4,299 રૂપિયામાં ઉપલબ્ધ છે. પરંતુ તમારી પાસે તેને હજુ ઓછી કિંમતમાં ખરીદવાની તક છે.

ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર Redmi Go પર કાર્ડ ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. જો તમારી પાસે Axis Bank Buzz કે Flipkart Axis બેન્ક ક્રેડિટ કાર્ડ હોય તો 5 ટકાની છૂટ મળશે.

જો કે કાર્ડ ઑફર અંતર્ગત તમને મેક્સિમમ 200 રૂપિયાનું જ ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે તમે તેને 4100 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો તમને જણાવીએ કે આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ શું છે.

Redmi Go શાઓમીનો પહેલો સ્માર્ટફોન છે જેમાં Googleનું Android Go આપવામાં આવ્યો છે. આ ઓપરેટિંગ સિસ્ટમને હકીકતમાં ગૂગલે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન્સ માટે બનાવી છે.

Redmi Goમાં ગૂગલની અનેક લાઇટ એપ્સ છે જેને કંપની Go સીરીઝના નામે લૉન્ચ કરે છે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે.

Redmi Goમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 1 જીબી રેમની સાથે 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઇક્રો એસડીથી તમે તેને વધારી શકો છો.

Redmi Goમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV