GSTV
Gujarat Government Advertisement

આ દિવસે ભારતમાં લોન્ચ થશે Redmi 9 Prime, જાણો ફીચર્સ અને કિંમત

Last Updated on August 3, 2020 by Karan

Xiaomi એ કંફર્મ કરી દીધુ છે કે, કંપની આગામી અઠવાડિયે 4 ઓગષ્ટના રોજ ભારતમાં પોતાનો Redmi 9 Prime સ્માર્ટફોનને લોન્ચ કરશે. આશા કરવામાં આવી રહી છે કે, અપકમિંગ સ્માર્ટફઓન યૂરોપ અથવા ચીનમાં લોન્ચ થયલે Redmi 9ની જ રિબ્રાંડેડ વર્ઝન હશે. Xiaomi એ ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જેને શુક્રવારે આ જાણકારી આપી હતી કે, નવા સ્માર્ટફોન બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. સાથે જ તેમેણે કેટલાક મેજર સ્પેસિફિકેશન્સને પણ કંફર્મ કરશે.

રેડમીએ પ્રાઈમ સીરીઝને બંધ કરી દીધી

પહેલા રેડમી પ્રાઈમ ડિવાઈસ વર્ષ 2015માં ઓગષ્ટમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016માં પણ એક ડિવાઈસ ઉતારવામાં આવ્યુ હતું. જોકે, બાદ રેડમીએ પ્રાઈમ સીરીઝને બંધ કરી દીધી છે. હવે પ્રાઈમ શબ્દથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, કંપની 4 વર્ષના લાંબા ગેપ બાદ પ્રાઈમ સીરીઝને પરત લાવવા જઈ રહી છે. આશા છે કે, અપકમિંગ ડિવાઈસની કિંમત અફોર્ડેબલ હશે અને તેથી 6-7ના યોજાનાર પ્રાઈમ ડે સેલમા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફ્રંટમાં કટઆઉટની જગ્યાએ વોટરફોલ નોચ હશે

Redmi 9 Primeના સ્પસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 2340x1080P રિજોલ્યૂશનની સાથે ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં ફ્રંટમાં કટઆઉટની જગ્યાએ વોટરફોલ નોચ હશે. બુધવારે રેડમી ઈંડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક ટીઝરથી જાણવા મળ્યુ છે કે, આ ડિવાઈસ સ્વેટ રેસિસ્ટેંટ અને સ્પેલશ પ્રૂફ હશે.

Redmi 9 Prime માં હેડફોન જેક હશે

Amazon પર જાહેર કરવામાં આવેલ એક ટીઝરથી જાણવા મળ્યુ છે કે, Redmi 9 Prime માં હેડફોન જેક હશે. આ એટલા માટે ખાસ છે કારણ કે વાયરલેસ ઈયરફોન્સના આજના સમયમાં કંપનીઓ તેને હટાવી દે છે. આશા છે કે, તેમાં ફાસ્ટ ચાર્જિગ માટે USB ટાઈપ સી પોર્ટ પણ હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Travel Insurance શું છે? જો તમે કોઈ ટૂરની યોજના બનાવી લીધી છે અથવા રવાના થવાની તૈયારીમાં છો, તો જાણી લો કે આ શા માટે મહત્વપૂર્ણ છે

Vishvesh Dave

આરોપ-પ્રત્યારોપ / મમતા બેનર્જીએ ભાજપને ગણાવી મહામારી, કોરોનાની બીજી લહેર માટે મોદી સરકાર જવાબદાર

Zainul Ansari

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે, અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ દિલ્હી પ્રવાસે: થશે કંઈક નવા જૂની

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!