GSTV
Home » News » આ દિવસે લૉન્ચ થશે Redmi 6, Redmi 6 Pro અને Redmi 6A, કિંમત 9 હજારથી પણ ઓછી

આ દિવસે લૉન્ચ થશે Redmi 6, Redmi 6 Pro અને Redmi 6A, કિંમત 9 હજારથી પણ ઓછી

શાઓમી ભારતમાં ટૂંક સમયમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ માટે શાઓમીએ 5 સપ્ટેમ્બરે એક ઇવેન્ટનું આયોજન કર્યુ છે. કંપનીએ એક ટ્વીટ કરીને આ વાતની હિન્ટ આપી છે. કંપનીએ જૂનમાં ચીનમાં રેડમી 6 સિરીઝ લોન્ચ કરી હતી. કંપની આ તમામ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી શકે છે. કંપની આ સ્માર્ટફોનને 5સપ્ટેમ્બરે લોન્ચ કરશે.

 

ચીનમાં રેડમી 6 સ્માર્ટફોનની કિંમત 799 યુઆન (લગભગ 8,400 રૂ.) છે. આ કિંમત 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિયન્ટની છે. આ સિવાય 4 જીબી રેમઅને 64 જીબી વેરિઅન્ટવાળા ફોનની કિંમત 999 યુઆન છે જ્યારે રેડમી 6એની કિંમત 599 યુઆન (લગભગ 6,300 રૂ.) છે.

 

રેડમી 6માં કંપનીએ 5.45 ઇંચની એચડી પ્લસ સ્ક્રીન આપી છે. ફોનમાં 12 મેગાપિક્સેલ અને 5 મેગાપિક્સેલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આમાં 3000 એમએએચની બેટરી છે. રેડમી 6માં કંપનીએ આવા જ સ્પેસિફિકેશન આપ્યા છે. ફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જોકે, આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા નથી. રેડમી 6 પ્રોમાં 5.84 ઇંચનો ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Related posts

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!