GSTV

લાલ કિલ્લા પર જ્યાં પીએમ લહેરાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો

દિલ્હીમાં ખેડૂતોનું ટ્રેક્ટર પરેડ હવે ઉગ્ર થઈ ગયું છે. ઘણા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા છે. આ મામલે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અંદાજીત બે ડઢન ટ્રેક્ટરમાં સવાર અસંખ્ય ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા છે. જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ જગ્યા પર દિલ્હી પોલીસના જવાનો પણ પહોંચ્યા છે. લાલ કિલ્લા પર પ્રદર્શન કારીઓએ હંગામો પણ શરૂ કર્યો છે.

ઘણા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા

સંગઠનનો ઝંડો પણ લહેરાવી દીધો

સાથે સાથે સંગઠનનો ઝંડો પણ લહેરાવી દીધો છે. આ ઝંડો જ્યાં લહેરાવ્યો છે, જ્યાં 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી તિંરગો લહેરાવે છે.

દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની છે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ તેના નિયત રુટથી હટીને લાલ કિલ્લા સુધી પહોંચી હતી. આ દરમ્યાન ઠેરઠેર દિલ્હી પોલીસ અને ખેડૂત પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ પહેલા આઇટીઓ વિસ્તાર પર સ્થિતી વધુ વણસી હતી.

અહીં પોલીસના જવાનો અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા, જેના કારણે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિઅર ગેસના સેલ પણ છોડ્યા. આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોલીસના વાહનોને પણ નિશાન બનાવાયા… તો અનેક બસોમાં પણ મોટા પાયે તોડફોડ આચરવામાં આવી.

READ ALSO

Related posts

અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા

Pravin Makwana

LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો

pratik shah

મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!