GSTV

વરસાદમાં બહાર નીકળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, લોકો જોઈને પામી ગયા આશ્ચર્ય

સોશિયલ મીડિયા પર આજકાલ દુર્લભ લાલ કોરલ કૂકરી સાપનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુપીના લખીમપુર ખીરીના દૂધવા નેશનલ પાર્કમાં આ સાપ થોડા દિવસો પહેલા જોવા મળ્યો હતો. એક સ્ટાફે આ લાલ સાપનો ફોટો લીધો હતો. ત્યારબાદ ટ્વિટર પર વન્યજીવ સંરક્ષણ અને પર્યટન સંગઠન વાઈલ્ડલેન દ્વારા તેને શેર કરવામાં આવ્યો હતો.

1936 માં જોવા મળ્યો હતો આ સાપ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સાપ સૌ પ્રથમ દુધવામાં 1936 માં જોવા મળ્યો હતો. તેનું જૂલૉજિકલ નામ “ઓલિગોડોન ખેરીએન્સિસ” છે. ચમકતા રંગીન સાપ દુર્લભ કદ ધરાવે છે. તે 82 વર્ષ પછી પ્રથમ વખત જોવા મળ્યો હતો. ભારતીય વન સેવા અધિકારી રમેશ પાંડેનું કહેવું છે કે લાલ કોરલ કૂકરી સાપ થોડા વર્ષોમાં ચાર વખત જોવા મળ્યો છે.

આ ફોટો શેર કરતી વખતે વાઈલ્ડલેંસે લખ્યુ છેકે, ‘દૂધવા નેશનલ પાર્ક વિવિધતા અને આશ્ચર્યથી ભરેલું છે. રેડ કોરલ કૂકરી સાપ, એક બહુજ દુર્લભ સાંપ છે. આજે સાંજે કર્મચારીઓ ઝૂંપડી પાસે વરસાદમાં આ સાપ જોયો હતો.

સાપમાં ઝેર હોતું નથી

સોશિયલ મીડિયા પર આ દુર્લભ સાપનો ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ સાપ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ટ્વિટર પર ઘણા રિએક્શન્સ આપી રહ્યા છે. જાણકારોનું કહેવું છેકે, આવા સાપ ઝેરી હોતા નથી. તે ફક્ત કીડા અને ઈયળો જ ખાય છે. તેનું નામ તેના લાલ નારંગી રંગ અને તેના દાંતોથી મળતું આવે છે.

READ ALSO

Related posts

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….

Ali Asgar Devjani

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!