GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રાજસ્થાનમાં તાપમાનનો પારો ઉંચકાયો, છ જિલ્લાને રેડ એલર્ટ અપાયુ

રાજસ્થાનમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઈ છે. અહીં રાજ્યના 6 પ્રાંતમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ આ વિસ્તારમાં આકરી ગરમી પડવાની ચેતવણી આપી છે. રવિવારે રાજ્યના ઘણા ભાગોમાં પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજ્યના 22 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં સિવિયર હીટવેવ અને અમુક સ્થળોએ હીટવેવ રહેવાની સંભાવના દર્શાવી છે. ખાસ કરીને રણ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાઇ શકે છે. જેમાં બિકાનેર, જોધપુર, જયપુર, કોટા, અજમેર અને ભરતપુર જિલ્લો સામેલ છે.

રાજસ્થાનના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજસ્થાનના જયપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સોમવાર અને મંગળવાર માટે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે સૌથી વધારે 47.4 ડિગ્રી તાપમાન ચુરૂમાં રહ્યુ હતુ. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારમાં ગરમ ફુંકાવાની આગાહી કરી હતી. બિકાનેર,જોધપુર, જયપુર,કોટા અને ભરતપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતુ. સાથે જ હવામાન વિભાગે પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતુ.

  • રાજસ્થાનના છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ
  • 47 ડિગ્રીથી વધુ નાંધાઇ શકે તાપમાન
  • કેટલાક વિસ્તારોમાં સિવિયર હિટવેવની ચેતવણી
  • બિકાનેર, જયાર, જાધાર, કોટા, અજમેર, ભરતપુરમાં રેડ એલર્ટ

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!