GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

નિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ, હાલ જોવા મળી છે અહીં અસર

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાજેતરમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાનપછી દેશમાં વધુ એક ચક્રવાતી તોફાને તેની હાજરી પૂરાવી દીધી છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘નિસર્ગ’ નામના ચક્રવાતને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં તેની અસર પણ જોવા મળી અને ગુજરાતના ભાવનગરમાં ભારે વરસાદ પડ્યો છે. આઇએમડીએ જણાવ્યું હતું કે આજે સવારે લો પ્રેશરનો વિસ્તાર પણ વધારે નીચો ગયો હતો. ચક્રવાતી તોફાન 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું ટકરાવાની સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આઇએમડીએ 1 જૂન માટે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે

આઇએમડીએ રવિવારે પુષ્ટિ કરી કે અરબી સમુદ્ર અને લક્ષ્યદ્વીપ ટાપુ વચ્ચેનું નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનને વેગ આપી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણપૂર્વીય અને આસપાસના પૂર્વી મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં નીચા દબાણને કારણે ચક્રવાત તીવ્ર બનવાની સંભાવના છે. હાલમાં તો આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનશે અને ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. આ ચક્રવાતી તોફાન 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે.

પ્રતિ કલાક 90 થી 100 કિલોમીટરની ગતિથી હવા ચાલી શકે

હવામાન વિભાગે 4 જૂન સુધી ચેતવણી આપતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. જે માછીમારો અરબી સમુદ્રમાં ગયા હતા તેઓને તુરંત કાંઠા પર પાછા બોલાવી લીધા છે. આઇએમડીના અમદાવાદ સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર રિમોટ ઈન્ડિકેટર (ડીસી -1) ચક્રવાત ચેતવણી સંકેતને સક્રિય કરવાની સલાહ આપી છે કારણ કે 4 જૂન સુધી દરિયાની પરિસ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે. પ્રતિ કલાક 90 થી 100 કિલોમીટરની ગતિથી હવા ચાલી શકે છે. જેની ગતિ પ્રતિ કલાક 110 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.

આગામી 12 કલાક પછી ચક્રવાત તીવ્ર બનશે

ચક્રવાતી તોફાન દક્ષિણ-પૂર્વ અને આસપાસના પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં ઓછા દબાણવાળા વિસ્તારો પૂર્વ અને તેની આસપાસના દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં 1 ડ્રિપેશન કેન્દ્રીત છે. સવારે 5.30 વાગ્યે, ચક્રવાતનું અક્ષાંશ 13.0° ઉત્તર અને રેખાંશ 71.4 ° પૂર્વમાં રહેલા પણજી (ગોવા) ની દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 370 કિમી., મુંબઈ (મહારાષ્ટ્ર) ના દક્ષિણ-પશ્ચિમમાં 690 કિમી. અને દક્ષિણ – પશ્ચિમમાં સુરત (ગુજરાત ) 920 કિમી. સ્થિત છે. ચક્રવાત આગામી 12 કલાક દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પૂર્વમાં ચક્રવાત તીવ્ર બનવાની સંભાવના છે અને તે પછીના 24 કલાક દરમિયાન પૂર્વીય મધ્ય અરબી સમુદ્ર ઉપર વધુ તીવ્ર બની શકે છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે તાપમાન ઘટ્યું છે. રાત્રે થયેલ વરસાદ અને ભારે પવનને કારણે હવામાન પલટાયું છે. તાપમાન સતત બે દિવસથી ઘટી રહ્યું છે.

સરેરાશ 96 ટકા વરસાદ થવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ કેરળ ઉપર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2020 શરૂ થવાની જાહેરાત કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે 1 જૂને કેરળ પહોંચ્યું છે. તે સામાન્ય તારીખ સાથે અહીં પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ઉત્તર પૂર્વ ભારતમાં લાંબા સમયથી વરસાદ થોડો ઓછો પડી રહ્યો છે અને આ વર્ષે પણ માત્ર 96% વરસાદ થશે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસું સામાન્ય રહેવાની 40 ટકાથી વધુ સંભાવના છે જ્યારે વરસાદ ઓછો રહેવાની સંભાવના પાંચ ટકા છે. સચિવ ડો.માધવન નાયર રાજીવને કહ્યું છે કે સારા ચોમાસા માટે સ્થિતિ વધુ અનુકૂળ બની રહી છે. માત્રાત્મક રૂપથી જોઈએ તો દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ વરસાદ તેના લાંબા સમય મુજબ સરેરાશ 102 ટકા હશે. અર્થાત્ 88 સેમી વરસાદ રહેશે.

Read Also

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!