GSTV

અમદાવાદીઓ આજે બપોરે બહાર જતા સંભાળજો, રાજ્યમાં આજે રેડ એલર્ટ

Orange alert Ahmedabad

Last Updated on April 26, 2019 by Arohi

રાજ્યમાં હવે ઉનાળાએ તેનો અસલી સ્વભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે. કાળઝાળ ગરમીમાં લોકો અકળાઈ રહ્યા છે ત્યારે હજુ પણ તાપમાનનો પારો ઉંચે ચઢી રહ્યો છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને અમદાવાદમાં બે દિવસ સુધી તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં 29 એપ્રિલ સુધી 44થી 46 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે.

હવામાન વિભાગે 28 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તરપશ્ચિમના ગરમ પવન ફૂંકાશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે અને તાપમાનનો પારો 44 ડિગ્રી પાર કરે તેવી સંભાવના છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ગરમીમાં ઉપવાસ ન કરવો જોઈએ અને પાણી સહિત લિક્વીડ વધુ પીવું જોઈએ.. લૂ થી બચવા ભીના કપડાથી માથું ઢાંકી રાખવું જોઈએ અને અવારનવાર ભીના કપડાંથી શરીર લૂછવું જોઈએ. તો ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરવો જોઈએ.

Read Also

Related posts

AMTS વિભાગ લાલ દરવાજામાં આધુનિક બસ-સ્ટેન્ડ તૈયાર કરી રહયું છે, તો બીજા જે મોટા બસ મથકો છે તેના હાલ છે અત્યંત બેહાલ!

pratik shah

ગુજરાતમાં ઘાતક વાયરસનાં વળતા પાણી, રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો: નવા 24 કેસો આવ્યા સામે

pratik shah

ચેતવણી/ ડોક્ટરો ફરજ પર હાજર થાય તો નહીં તો એપેડેમીક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીશું, રૂપાણી સરકારે આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!