GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ માટે આ છે બેસ્ટ સરકારી સ્કીમ

બચત

એવું કહેવામાં આવે છે કે ખરાબ સમયમાં તમારી બચત જ તમારા કામ આવે છે. તેથી સેવિંગ્સ ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર આપણે ઇચ્છીને પણ રૂપિયાની બચત નથી કરી શકતાં, જેના કારણે જરૂરિયાતિ ઉભી થાય ત્યારે આપણા હાથ ખાલી રહી જાય છે. જો તમે ભવિષ્યમાં આવનારી આવી જ મુશ્કેલીઓથી બચવા માગતા હોવ તો તમારા માટે રિકરિંગ ડિપોઝીટ સ્કીમ (Recurring Deposit scheme) ફાયદાકારક બની શકે છે. તેને આવર્તી જમા પણ કહેવામાં આવે છે. આ યોજના અંતર્ગત તમે દરરોજ માત્ર 150 રૂપિયાની સેવિંગ કરીને 7.30 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ આ સ્કીમ અને તેનાથી મળતાં લાભ વિશે…

રોકાણ

શું છે Recurring Deposit scheme

Recurring Deposit scheme એક વિશેષ પ્રકારની એફડી છે. તેમાં નિયમિત આવક ધરાવતા લોકો દર મહિને એક નિશ્વત રકમ જમા કરે છે જેના પગલે તેમને તેના પર વ્યાજ મળે છે. આ સ્કીમ એફડી જેવી છે, બસ તેમાં નિશ્વિત રકમ માસિક હપ્તામાં જમા કરવામાં આવે છે. આ રીતે દર મહિને જમા કરવામાં આવતી ધનરાશિ ભવિષ્યમાં એક મોટી રકમ બની જાય છે. જેના પર સારુ વ્યાજ મળે છે.

લોન

કેવી રીતે લાખોમાં પહોંચશે રકમ

આ સ્કીમ લાંબા સમય માટે છે. ઉદાહરણ તરીકે જો કોઇ વ્યક્તિએ 10 વર્ષ માટે રિકરિંગ ખાતુ ખોલાવ્યું છે તો 10 વર્ષ સુધી તેણે દરરોજ 150 રૂપિયા જોડવાના છે. તેવામાં શખ્સે દર મહિને 4500 રૂપિયાનો હપ્તો જમા કરવાનો છે, આ રીતે તે વ્યક્તિ 12 મહિનામાં 54000 રૂપિયા જમા કરશે. 10 વર્ષની કુલ જમા રકમ 5.40 લાથખ રૂપિયા થશે. તેના પર 5.8 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળશે. એટલે કે તમને આશરે 1.90 લાખ રૂપિયા વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પર તમને તમારા રોકાણની સાથે વ્યાજ મળીને કુલ 7.30 લાખ રૂપિયા મળશે. આ રીતે કુલ રકમ તારી કુલ રકમ પર આધારિત હશે.

fd

કેટલું મળે છે વ્યાજ

રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પોસ્ટ ઑફિસ તથા તમામ બેન્કમાં ઉપલબ્ધ હોય છે. તમે સરકારી અને પ્રાઇવેટ કોઇપણ બેન્કમાં ખાતુ ખોલાવી શકો છો. આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર તમનૈ સારુ વ્યાજ મળશે. દરેક બેન્કનો વ્યાજ દર અલગ હોય છે. પોસ્ટ ઑપિસમાં 5 વર્ષ માટે આ ખાતુ ખોલાવા પર તમને 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

રામાયણની સીતા દીપિકા ચિખલીયા ‘ગાલિબ’થી કમબેક કરશે, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!