GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

RD શરૂ કરાવવા માંગો છો, તો જાણો પોસ્ટઓફિસ અને બેંક બંનેમાંથી કયો ઓપ્શન છે બેસ્ટ

જો તમે દર મહિને એક નિશ્ચિત બચત કરવા માંગતા હોય અને તેના પર કોઈ જોખમ લીધા વિના નિયત વળતર જોઈએ તો રિકરિંગ ડિપોઝિટ (RD) એ એક સારો વિકલ્પ છે. તે ખૂબ જ લોકપ્રિય બચત યોજના છે કારણ કે આમાં તમારે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા વળતરની ચિંતા કરવાની જરૂર નથી. દર મહિને ચોક્કસ રકમની બચત થયા પછી, સારી એવી રકમ તમારા બેંક ખાતામાં જમા થાય છે. તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ ખોલાવી શકો છો. એવામાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ બંન્નેમાંથી કયાંમાં રોકાણ કરવું તે સારો વિકલ્પ હશે.

અવધિ:

પોસ્ટ ઓફિસમાં, તમે પાંચ વર્ષના નિયત સમયગાળા માટે આરડી કરાવી શકો છો. જો કે, જો તમે બેંકમાં રિકરિંગ ડિપોઝિટ (આરડી) કરાવવા માંગતા હો, તો પછી તમે છ મહિનાથી 10 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.

વ્યાજદર

પોસ્ટ ઓફિસમાં RD કરાવવા પર તમને 7.2 ટકા વ્યાજ મળશે અને પોસ્ટ ઓફિસમાં આરડી પર મળતા વ્યાજની સમીક્ષા દર ત્રણ મહિને સરકાર તરફથી કરવામાં આવે છે. અને સરકાર વ્યાજ નક્કી કરે છે. તો બીજી તરફ સૌથી વધારે સરકારી બેંકો RD પર સાત ટકા વ્યાજ આપે છે. બેંક સામાન્ય રીતે આરડી પર વ્યાજમાં ફેરફાર કરતી નથી. એક વાર વ્યાજ નક્કી થઈ ગયા બાદ RDની અવધિ દરમ્યાન વ્યાજદર બની રહે છે.

મેચ્યોરિટી પહેલાં ઉપાડ

પોસ્ટ ઓફિસ અને બેંક બંનેમાં મેચ્યોરિટી પહેલાં ઉપાડનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો કે, આ માટે તમારે દંડ ભરવો પડશે. જો તમે પોસ્ટ ઓફિસમાં આરડી કરાવી છે, તો એક વર્ષ પછી તમે 50 ટકા સુધી રકમ ઉપાડી શકો છો. આ એડવાન્સને કોઈપણ સમયે એક ચોક્કસ રકમના વ્યાજ સાથે સામટી રકમ તરીકે ફરીથી જમા કરી શકાય છે.

વ્યાજની ગણતરી:

વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે બેંક અને પોસ્ટ ઓફિસ બંનેની આરડીમાં કરવામાં આવે છે પરંતુ તે પાકતી મુદતે ચૂકવવામાં આવે છે.

નોમિનેશન:

બેંક અને પોસ્ટ ઓફિસ બંનેમાં આરડીમાં નોમિનેશનની સુવિધા છે. આરડી એક પોસ્ટ ઓફિસ શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરી શકાય છે. આ નિયમ બેંકની આરડી પર પણ લાગુ પડે છે.

READ ALSO

Related posts

અનલોક-1: અમદાવાદ રેલ્વે સ્ટેશનથી 8 સ્પેશિયલ ટ્રેનો ઉપડી, 9 હજારથી વધુ મુસાફરો થયા રવાના

pratik shah

કોરોના સંક્રમણ રોકવા 24 દિવસમાં 17338 શાકભાજીના ધંધાર્થીનું સ્ક્રીનિંગ, આટલા નીકળ્યા પોઝીટીવ

Bansari

નિસર્ગ વાવાઝોડાની અસર: અરવલ્લીમાં જોવા મળી, જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!