GSTV

રાજ્યની આ પ્રખ્યાત ડેરીમાં નોકરી માટે 15થી 22 લાખમાં સેટિંગ થતું હોવાની ક્લિપ વાયરલ

Last Updated on December 9, 2019 by Mayur

બિન સચિવાલય કલાર્કની ભરતીનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં જ સાબરકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા એવી સાબરડેરીમાં થનાર ભરતી વિવાદનાં વમળે ચડી છે. ખુદ સાબરડેરીના એમ.ડી ભરતીમાં લાખોનો વહીવટ થતો હોવાનું સ્વીકારતી એક વોઈઝ ક્લિપ વાઈરલ થઇ છે. ત્યારે હવે ડેરીના એમ.ડીએ આ મુદ્દે ફેરવી તોળ્યું છે.

  • સાબરડેરીના કર્મચારીની ભરતીમાં લાખોના ભાવ !
  • એક એક જગ્યા માટે બોલાયો ૧૫થી ૨૨ લાખનો ભાવ !
  • સાબરડેરીના ચેરમેન સહિત ડિરેકટર્સ શંકાના ઘેરામાં
  • ડેરીના મેનેજિંગ ડિરેકટરે જ ખોલી ડેરીની પોલ

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના લાખો પશુપાલકોનું હિત જેમાં સંકળાયેલું છે એવી સાબરડેરી હવે ભરતી કૌભાંડના મુદ્દે વિવાદમાં સપડાઈ છે. છેલ્લા ચાર દિવસથી સાબરડેરીના એમ.ડી. અને અરવલ્લી જીલ્લાના પશુપાલક એવા કીર્તિ પટેલની એક કથિત વોઈઝ ક્લિપ વાઈરલ થઇ છે. જેમાં ડેરીની ભરતીમાં ૧૫ થી ૨૨ લાખમાં સેટિંગ થયું હોવાનું ખુદ ડેરીના એમ.ડી. સ્વીકારી રહ્યા છે.

આ વોઇસ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા મોટો હોબાળો મચ્યો છે. સાબરડેરી અને ડેરીના એમ.ડી બાબુભાઈ પટેલ હવે બચાવની મુદ્રામાં આવી ગયા છે. ડેરીના એમ.ડી. બાબુભાઈ પટેલને આ બાબતે પૂછતાં તેમણે માત્ર પશુપાલકની હા માં હા મિલાવી હોવાનું જણાવ્યું હતું. સાબરડેરીમાં કુલ ૧૮૯ જગ્યાઓ પર ભરતી થનાર છે. જેમાં ૩૯ જગ્યાઓ પર ઓછી અરજીઓ આવી હોવાથી એ સીટોમાં પૈસાનું સેટિંગ નાં કર્યું હોવાનું ડેરીના એમડીએ આ કથિત વોઈઝ ક્લિપમાં સ્વીકાર્યું છે.

તો બાકીની ૧૫૦ જગ્યાઓ પર ચેરમેન, ડીરેકટરો અને ખુદ જીલ્લા રજીસ્ટ્રાર પૈસા લઈને ભરતી કરનાર હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જેને કારણે શિક્ષિત બેરોજગારોમાં ભારે આક્રોશ છે. સાબરડેરી જેવી તમામ સહકારી સંસ્થાઓમાં પૈસા લઈને ભરતી થતી હોવાનું હાલમાં સરેઆમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે આ મામલે ઉમેદવારો ઉગ્ર બની રહ્યા છે.

READ ALSO

Related posts

નેનો યુરિયાને લઈને મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, હવે આ રીતે ગેમ ચેન્જર સાબિત થઇ આ ટેક્નિક

Pritesh Mehta

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!