GSTV

Central Bank Recruitment 2021 : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં આ જગ્યાઓ માટે નીકળી ભરતી, અહીં જાણો સંપૂર્ણ વિગતો

Last Updated on November 23, 2021 by Vishvesh Dave

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 115 જગ્યાઓ માટે ભરતી નીકળી છે. જેમાં સિક્યોરિટી ઓફિસર, રિસ્ક મેનેજર, ફાઈનાન્સિયલ એનાલિસ્ટ, ક્રેડિટ ઓફિસર, ઈકોનોમિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, ટેકનિકલ ઓફિસર, લો ઓફિસર, ઈન્કમ ટેક્સ ઓફિસર જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે.

Bank Jobs 2021 : Central Bank of India Chief Compliance Officer Jobs, Apply  Online, Vacancy, Salary, Notification, Recruitment 2021 | Government Bank  Jobs 2021 - Sarkaribhartidekho.com

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે આ ભરતીઓ માટેની અરજીની પ્રક્રિયા 23 નવેમ્બર 2021થી શરૂ થશે. ડિગ્રી/ડિપ્લોમા અને સંબંધિત પ્રવાહમાં અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી ભરતી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 115 વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેમાં સિક્યોરિટી ઓફિસર, રિસ્ક મેનેજર, ફાઈનાન્સિયલ એનાલિસ્ટ, ક્રેડિટ ઓફિસર, ઈકોનોમિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, ટેકનિકલ ઓફિસર, લો ઓફિસર, ઈન્કમ ટેક્સ ઓફિસર જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે.

ભરતી માટે મહત્વની તારીખો

ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 23 નવેમ્બર 2021

અરજી કરવાની છેલ્લી તારીખ – 17 ડિસેમ્બર 2021

અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 17 ડિસેમ્બર 2021

એડમિટ કાર્ડ જારી કરવાની તારીખ- જાન્યુઆરી 2022

ભરતી પરીક્ષા તારીખ- 22 જાન્યુઆરી 2022

શૈક્ષણિક લાયકાત

સંબંધિત પ્રવાહમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી ડિગ્રી પૂર્ણ કરી હોય તેવા ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ જગ્યાઓ પર અરજી કરી શકે છે. તે જ સમયે, આ ફિલ્ડમાં ઉમેદવાર માટે 3 થી 10 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

આ રીતે કરો અરજી

સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 23 નવેમ્બરથી શરૂ થશે. તમે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ, centerbankofindia.co.in પર ક્લિક કરીને અરજી કરી શકો છો. અરજીપત્રકમાં ભૂલ થવાથી રદ થઈ શકે છે, તેથી તેને કાળજીપૂર્વક ભરો.

ALSO READ

Related posts

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!