GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

World Cup 2019 : સાઉથ આફ્રિકાને ધ્વસ્ત કરીને ટીમ ઇન્ડિયાએ એક-બે નહી સર્જ્યા આટલા રેકોર્ડ

 World Cup 2019માં ભારતે ભવ્યાતિભવ્ય શરૂઆત કરી છે. ટોપ કેટેગરીની ગણાતી ટીમ સાઉથ આફ્રિકાને પ્રથમ મેચમાં જ ધ્વસ્ત કરી દીધું છે, ત્યારે આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઘણા રેકોર્ડો પણ સર્જ્યા છે, તો તેની સાથે કેટલીક ટીકાઓનો જવાબ આપવાની સાથે સાથે માન્યતાઓ પણ તોડી દીધી છે.

રોહિત શર્માની વન-ડે કારકિર્દીની 23મી સદી

સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં નવ વિકેટે 227 રનનો સામાન્ય કહી શકાય તેવો સ્કોર નોંધાવ્યો હતો જે ભારતે ખાસ મુશ્કેલી વિના 47.4 ઓવરમાં ચાર વિકેટે વટાવી દીધો હતો. મૅચ જીતવા માટે 228 રનના લક્ષ્યાંક સામે રમતી ભારતીય ટીમે શિખર ધવનની વિકેટ તો સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ રોહિત શર્મા એક છેડે ટકી ગયો હતો. તેણે તેની વન-ડે કારકિર્દીની 23મી અને વર્લ્ડ કપની બીજી સદી નોંધાવી હતી. રોહિતે 128 બોલમાં સદી પૂરી કર્યા બાદ 144 બોલમાં બે સિક્સર અને 13 બાઉન્ડ્રી સાથે અણનમ 122 રન ફટકાર્યા હતા. ઘોનીએ 34 રન ફટકારવા ઉપરાંત રોહિત સાથે 74 રન ઉમેર્યા હતા. ધવન આઠ અને કેપ્ટન વિરાટ કોહલી 18 રન નોંધાવીને આઉટ થઈ ગયા બાદ રોહિત શર્મા અને લોકેશ રાહુલે ત્રીજી વિકેટ માટે 85 રન ઉમેર્યા હતા. રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. આમ ઓછા રનવાળી દેખાતી મૅચમાં ભારતે વિશ્વ કપની ગંભીરતા સમજી પ્રોફેશનલ બૅટિંગ કરી હતી.

કોહલીની આગેવાની હેઠળ ભારતનો 50મો વિજય

વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 50મો વન-ડે વિજય પ્રાપ્ત કર્યો છે અને World Cup 2019માં ભવ્યાતિભવ્ય પ્રારંભની સાથે ભારતે નવા રેકોર્ડો બનાવી પરંપરાગત માન્યતાઓને તોડી પાડી છે. આ સિદ્ધિ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોની સિવાય અન્ય કોઈ ભારતીય કૅપ્ટન હાંસલ કરી શક્યા નથી. રોહિત શર્માની સદી અને ચહલ તથા બુમરાહની બૉલિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને છ વિકેટે પરાજય આપી વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ દેખાડી દીધું છે. ભારતની જીત બાદ કોહલીએ કહ્યું હતું કે લોકો અમને કાગળ પર મજબૂત ટીમ તરીકે રજૂ કરે છે, પરંતુ આખરે તમારે જીત પ્રત્યે પ્રોફેશનલ થવું પડે છે અને મેદાનમાં બિલકુલ એ જ થયું.

યજુવેન્દ્ર ચહલનો રેકોર્ડ

  • બોલિંગ           બોલર                  વિરુદ્ધ           સ્થળ               તારીખ
  • 4/35               મોહમ્મદ શમી       પાક.             એડિલેડ           15-2-2015
  • 4/51               યજુવેન્દ્ર ચહલ        દ.આફ્રિકા     સાઉથેમ્પટન     05-6-2019
  • 4/56               દેવાશિષ મોહન્તી   વિન્ડિઝ        બ્રિસ્ટોલ           23-5-1999
  • 3/26               રવિ શાસ્ત્રી            વિન્ડિઝ        માંચેસ્ટર           09-6-1983
  • 3/28               અનિલ કુંબલે         કેન્યા            કટક                 18-2-1996
  • 3/48               રોજર બિન્ની           વિન્ડિઝ       માંચેસ્ટર            09-6-1983

ટીમ ઈન્ડિયાનામજબૂત પ્રદર્શને માન્યતા તોડી

કોઈપણ મેચ શરૂ થતા મોટી મોટી વાતો વહેતી થઈ જાય છે તો મેચ પૂર્ણ થતાં જ ટીકા-ટીપ્પણીઓ પણ શરૂ થઈ જાય છે. વર્લ્ડકપ અગાઉ રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન નબળું રહેતા વર્લ્ડકપમાં ભારતીય ટીમના દેખાવ સામે પ્રશ્નો થઈ રહ્યા હતા, તેવા પ્રશ્નો કરનારાઓને ભારતીય ટીમે જોરદાર જવાબ આપી દીધો છે. તો વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાના દેખાવની વાત કરીએ તો ભારત પ્રારંભે નબળું એવી માન્યતા તૂટી ગઈ છે. વર્ષ 2005 સિવાય વિશ્વ કપની શરૂઆતની મૅચોમાં ભારતનો દેખાવ ખૂબ સારો નથી રહ્યો. આ રીતે વિશ્વ કપની પ્રથમ મૅચમાં જીત અને તે પણ આફ્રિકા સામે તે ખૂબ મહત્ત્વની ગણાય.

તમામ બોલરોનું બેસ્ટ પર્ફોમન્સ

વર્લ્ડ કપમાં પહેલી વાર રમી રહેલા સ્પિનર ચહલે 51 રનમાં ચાર વિકેટ ખેરવી હતી. તો વન ડે કારકિર્દીની 50મી મેચ રમી રહેલા જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને ફાળે બે-બે વિકેટ આવી હતી. જસપ્રિત બુમરાહે વન ડે મૅચમાં 50 વિકેટનો માઇલસ્ટોન સ્થાપિત કર્યો હતો.

ભારત માટે કહેવાતુ અનલકી મેદાન લકી સાબીત થયું

દક્ષિણ આફ્રિકા માટે આ મેદાન લકી ગણાતું હતું. આ મેદાન પર ભારત તેની અગાઉની બે મૅચોમાં ઇંગ્લૅન્ડ સામે ખુબ ખરાબ રીતે હારી ગયું હતું અને એક માત્ર સારી જીત કૅન્યા સામે મેળવેલી હતી. તો દક્ષિણ આફ્રિકા આ મેદાન પર 3 મૅચ જીતેલું છે અને તે જે એક માત્ર મૅચ ઇંગ્લૅન્ડ સામે માત્ર બે રને હારેલું હતું. આમ, ભારતે આ મેદાન તેના માટે અનલકી હોવાનો માન્યતા પણ તોડી દીધો છે.

બોલિંગ સામે આંગળી ચિંધનારાઓને પણ બોલરોએ આપ્યો જવાબ

સાઉથ આફ્રિકા સામેની મેચમાં જસપ્રીત બુમરા, યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો જેમણે ટીમ ઈન્ડિયાને જીતનો વિશ્વાસ અપાવ્યો. અગાઉ કહેવાતું હતું કે, ટીમ ઈન્ડિયાની શક્તિ બેટિંગમાં છે. વર્લ્ડકપમાં અને તે પણ ઈંગ્લેન્ડની ધરતી ઉપર ભારતીય બોલરોની આકરી કસોટી થશે, તો બોલિંગ સામે આંગળી ચિંધનારાઓને ટીમ ઈન્ડિયાના બોલરોએ ધારદાર જવાબ આપ્યો હતો અને આ બોલરોએ શાનદાર બૉલિંગ કરીને આ શંકા દૂર કરી દીધી હતી. બૅટિંગમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી તે વખાણવા લાયક છે જ પરંતુ તેની અગાઉ ભારતીય બૉલર્સે જીતનો પાયો નાંખી દીધો હતો.

ટીમ ઈન્ડિયાએ ટોસની માન્યતા પણ તોડી

કહેવાતું હતું કે, ઈંગ્લેન્ડની ઘાસવાળી સ્વિંગ લેતી પીચ પર એશિયાઈ ખેલાડીઓને ઘણી મુશ્કેલી થઈ રહી છે. જોકે એક હકીકત એ પણ છે કે, પ્રથમ ટોસ હારનારી ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રૅન્ટ બ્રિજના વાદળછાયા હવામાન વચ્ચે આ નિર્ણય ભૂલભરેલો લાગતો હતો. અને આખરે, જસપ્રિત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે નિર્ણયને ખરેખર ખોટો પુરવાર કરી દીધો હતો. મૅચ પછી એટલે જ કદાચ વિરાટ કોહલીએ કહ્યું કે જો અમે ટૉસ જીત્યા હોત તો અમે પ્રથમ બૅટિંગને બદલે ફિલ્ડિંગ જ પસંદ કરી હોત.

બુમરાહે હાશિમ અમલાને આઉટ કરતાં જ વર્લ્ડ કપ-2019માં ભારતા શાનદાર પ્રારંભની શરૂઆત થઈ ગઈ હતી. તો બુમરાહે સાઉથ આફ્રિકાને વધુ એક આંચકો આપી ક્વિન્ટન ડી કૉક આઉટ કર્યો હતો. હવામાનનો ભરપૂર લાભ ઉઠાવીને બુમરાહે ટ્રૅન્ટ બ્રિજની સ્વિંગ લેતી વિકેટ ઉપર બંને બૅટ્સમૅનને સ્લિપમાં ઝડપાવી દીધા હતા. કોહલીએ બૉલિંગમાં પરિવર્તન કરતાં કુલદીપ યાદવ અને ચહલને બૉલિંગમાં લાવ્યા બાદ સાઉથ આફ્રિકાનું પતન થયું હતું.

Read Also

Related posts

અમદાવાદમાં મહાનગરપાલિકાનું સરપ્રાઈઝ ચેકીંગ, કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરનારા એકમો સામે કાર્યવાહી

Pravin Makwana

Amazon Prime Day: સ્માર્ટફોન્સ પર સૌથી ધાંસૂ ડીલ્સ, iPhone પર મળશે 10,000નું ડિસ્કાઉન્ટ

Bansari

ધોરાજીમાં રામમંદિર શિલાન્યાસની કરાઈ ઉજવણી, ઘરે ઘરે આનંદનો ઉત્સવ ઉજવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!